<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

જેલમાં હૃદય બેસી જતાં શાપરના ૩૦ વર્ષના હિમત સોલંકીનું મોત

પત્‍નિ પૂજાએ કરેલા કેસમાં ભરણપોષણના હપ્‍તા ચડી જતાં ત્રણ મહિનાથી જેલમાં હતોઃ માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૫: શાપર વેરાવળનો યુવાન પત્‍નિએ કરેલા ભરણ પોષણના કેસમાં હપ્‍તા ભર્યા ન હોઇ તેના કારણે ત્રણ મહિનાથી જેલમાં હોઇ સવારે જેલમાં ઢળી પડતાં મોત થયું છે. હાર્ટએટેક આવી ગયાનું પ્રાથમિક તારણ નીકળ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળમાં વિશ્વાસ સીટીમાં રહેતો હિમતભાઇ સામતભાઇ સોલંકી (ઉ.વ.૩૦) રાજકોટ જેલમાં સવારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર હિમતભાઇ બે ભાઇ અને એક બહનેમાં નાનો હતો. સંતાનમાં ચાર વર્ષની એક દિકરી છે. પોતે સેન્‍ટીંગ કામ કરતો હતો. તેની પત્‍નિ પૂજાબેન હાલ માવતરે રિસામણે છે અને તેણીએ ભરણપોષણનો કેસ કર્યો હોઇ તેના હપ્‍તા ચડત થઇ ગયા હતાં. ત્રણ મહિનાથી હિમતભાઇ જેલમાં હોઇ આજે હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થયું હતું. બનાવને પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આ યુવાન મુળ અમરેલી કુકાંવાવના ચાંચાપરનો વતની હતો. લગ્ન બાદ શાપર રહેતો હતો. 

 

(3:30 PM IST)