તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
આજથી બે અઠવાડીયા રાજયભરમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ
અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન ભંગના કારણે સર્જાતી ટ્રાફિકની અંધાધૂંધી નિવારવા કાળા કાચ વાળી ગાડીઓ, વાહનોમાં પરમીટ વધુ પેસેન્જરો બેસાડવા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, ઓવરસ્પીડ સહિતના જુદા-જુદા નિયમભંગ બદલ લેવાશે પગલાઃ ડીસીપી (ટ્રાફીક) હરપાલસિંહ જાડેજા

રાજકોટ તા.૨૫: આજથી ૧૦ માર્ચ સુધી ખાસ ડ્રાઇવ રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાને પત્ર લખીને જાણ કરી છે કે રાજય ખાતે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે ૨૫ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. રાજ્ય પોલીસવડા દ્વારા ‘નંબરપ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો, જેવા કે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ, પેસેન્જર વાહનોમાં પરમિટ કરતાં વધુ પેસેન્જરો બેસાડવા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ નિયમો બદલ કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંતર્ગત રાજકોટ ટ્રાફિક બ્રાન્ચ નિયમન ભંગ બદલ પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યાનું રાજકોટના ડીસીપી (ટ્રાફિક) ડો.હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
અકસ્માતોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો ટ્રાફિક નિયમના ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરવા સમયાંતરે ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન શહેર/જિલ્લાઓ ખાતે કરવામાં આવે છે તેમ છતાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયાનું ધ્યાનમાં આવ્યું છે, જે અકસ્માતમાં અંકુશ લાવવા માટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે શહેર/જિલ્લા ખાતે ખાસ ઝુંબેશ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવ દરમિયાન રોજેરોજ કરેલી કામગીરીની વિગતો નિયત પત્રકમાં તારીખવાઇઝ તૈયાર કરી રાજ્ય પોલીસવડાની કચેરીને ઇ-મેઇલથી મોકલી આપવા જણાવ્યું છે.
(3:31 PM IST)










