તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
લોહાનગરના ૩૫ વર્ષિય પ્રીતિબેન પનારાનું શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મોત
વહેલી સવારે હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યોઃ બે પુત્ર મા વિહોણા

રાજકોટ તા. ૨૫ઃ ગોડલ રોડ પર લોહાનગરમાં રહેતાં ૩૫ વર્ષિય મહિલાનું વહેલી સવારે ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ લોહાનગર ઉદ્યોગનગર ક્વાર્ટરમાં રહેતાં પ્રીતિબેન મનોજભાઇ પનારા (ઉ.વ.૩૫) સવારે સાડા ચારેક વાગ્યે ઘરે બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઍ-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પ્રીતિબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ મનોજભાઇ પનારા કારખાનામાં મજૂરી કરે છે. સગાઍ જણાવ્યું હતું કે બે ત્રણ દિવસથી પ્રીતબેનને શરદી કફ હતાં. સવારે ઍકાઍક શ્વાસ લેવામાં તકલીફ થઇ જતાં બેભાન જેવા થઇ ગયા હતાં અને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(4:00 PM IST)










