News of Wednesday, 25th February 2026
કાલથી ધો.૧૦-૧૨ની પરીક્ષાઃ રાજકોટ જિલ્લામાં ૮૦૨૪૮ પરીક્ષાર્થીઓ: પરીક્ષા કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા નિહાળતા છાત્રો

રાજકોટઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. પરીક્ષા પૂર્વે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમ તેમજ કન્ટ્રોલમાં પરીક્ષાની કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ,તા.૨૫ઃ રાજકોટ સહિત ગુજરાતમાં કાલથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્ના છે. રાજકોટ જિલ્લો પરીક્ષા માટે સજ્જ બન્યો છે. આ વર્ષે રાજકોટના કુલ ૮૦,૨૪૮ વિદ્યાર્થી પોતાની કારકિર્દીની આ
શારીરિક અક્ષમતા કે અન્ય બીમારીઓ સામે ઝઝૂમી રહેલા ૧૦૧ વિદ્યાર્થીઓ આ વર્ષે ‘રાઈટર’ (લહિયા)ની મદદથી પરીક્ષા આપવાના છે. આ વિદ્યાર્થીઓઍ પોતાની મર્યાદાઓને બાજુ પર મૂકી શિક્ષણ પ્રત્યેનો પોતાનો જુસ્સો બતાવ્યો છે.
રાજકોટના વિવિધ કેન્દ્રો પર વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પોતાની બેઠક કયા રૂમમાં છે અને કેન્દ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગે છે તેનું નિરિક્ષણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, પરીક્ષાના દિવસે સમયસર કેન્દ્ર પર પહોંચવું.
બોર્ડના પરીક્ષાર્થીને પ્રાયોરિટી આપવી, સ્ટોપ આપવા લ્વ્ના કંડક્ટર્સને સૂચના બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત લ્વ્ દ્વારા પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચવામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ બસ કંડક્ટરને ખાસ સૂચના આપી છે. બસમાં ભીડ હોય તો પણ બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય આપીને બેસાડવા. જા કોઈ વિદ્યાર્થી વિનંતી કરે, તો નિર્ધારિત સ્ટોપ સિવાય પણ પરીક્ષા કેન્દ્રની નજીક બસ ઊભી રાખી તેમને ઉતારવા. કંડક્ટર્સે વિદ્યાર્થીઓ સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી, તેમને સમયસર પહોંચાડવામાં સહયોગ આપવાનો રહેશે. ઍસ.ટી. નિગમના આ સંવેદનશીલ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત થશે અને પરીક્ષાના તણાવ વચ્ચે મુસાફરીની ચિંતા હળવી થશે.
ધો.૧૦-૧૨માં આટલા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ કેન્દ્ર બિલ્ડિંગ બ્લોક પરીક્ષાર્થી ધો.૧૦ (લ્લ્ઘ્) ૪૦ ૧૮૨ ૧૫૬૫ ૪૬,૬૫૭ ધો.૧૨ સાયન્સ ૦૬ ૩૯ ૪૦૧ ૭૯૩૪ ધો.૧૨ સા. પ્રવાહ ૧૯ ૧૦૧ ૮૫૦ ૨૫,૬૫૭ કુલ ૬૫ ૩૨૨ ૨૮૧૬ ૮૦,૨૪૮ કરણસિંહજી હાઈસ્કૂલમાં આજથી કંટ્રોલરૂમ ધમધમશે આવતીકાલથી શરૂ થઈ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શહેરની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્પેશિયલ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કે વાલીઓને મૂંઝવતા પ્રશ્નો, પરીક્ષા કેન્દ્રની વિગતો કે અન્ય કોઈ પણ મુશ્કેલીના નિરાકરણ માટે આ કંટ્રોલરૂમ ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે કામ કરશે. આજથી જ આ કંટ્રોલરૂમ ધમધમતો થયો છે, જે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી બે સેશનમાં કાર્યરત રહેશે. (૩.૧૫)
(4:10 PM IST)










