તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
શુક્વારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા માટે ભાજપના બે સભ્યોના ૧૪ પ્રશ્નોઃ વિપક્ષી નેતાના પ્રશ્નો પાછળ ધકેલાયા
વિદાયમાન જેવી બોર્ડ બેઠકમાં સારો માહોલ જળવાઇ રહેવા સામે પ્રશ્નાર્થ : નવા બજેટ ઉપરાંત પ્રશ્નોતરી માટે ૧ કલાકઃ રાજકીય ગરમાવો રહેવાના એંધાણ

રાજકોટ, તા. ૨૫: જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ ૨૭ શુક્રવારે સવાર૧૧-૩૦ વાગ્યે પંચાયત કચેરી જુની કોર્ટ બિલ્ડીંગ ખાતે મળનાર છે. જેમાં એજન્ડામાં બજેટ મુખ્ય સ્થાને છે. ખાસ સામાન્ય સભા હોવાથી સત્તાવાર રીતે પ્રશ્નોતરીની જોગવાઈ ન હોવા છતાં પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઈ રંગાણીએ સભ્યોને પ્રશ્ન પૂછવાની છૂટ આપી છે. તે અનુસંધાને વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરીયાએ ૧૯ અને ભાજપના બે સભ્યોએ ૧૪ પ્રશ્નો પૂછયા છે કુલ૩૩ પ્રશ્નો માટે ૧ એક કલાકનો સમય રહેશે. ભાજપના સભ્યોના પ્રશ્નોની ચર્ચા પ્રથમ થશે. કોંગ્રેસના નેતાના પ્રશ્નો પાછળ ધકેલાઈ ગયાનું જાણવા મળે છે આ મુદ્ે ગોકીરો થવાની સંભાવના છે.
ભાજપના કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ કયાડાએ નવ પ્રશ્નો પૂછયા છે જેમાં આંગણવાડના નવા ભવનોનીમંજૂરી, ખેડૂતોને ખેતીના સાધનોની ખરીદી માટે સહાય, પંચાયતની શાળાઓમાં મંજૂર થયેલ ઓરડા,સિંચાઈના કામો ગ્રામ પંચાયતોના નવા ભવનો, વગેરેને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે.બીજા ભાજપના સભ્ય વિરલ પનારાએ પાંચ પ્રશ્નો પૂછયા છે, જેમાં આરોગ્ય શાખા હેઠળ મંજુર થયેલા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં ઉનાળામાં બાળકો માટે પીવાના પાણીનો પ્રબંધ, કુપોષિત બાળકોની સંખ્યા,ની જવાબ રૂપે આવે તેવું દેખાય છે
વિપક્ષી નેતાએ પૂછેલા પ્રશ્નમાં સૌથી ચર્ચાસ્પદ પ્રશ્ન જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતર અને કામ ચલાઉ કચેરીના મરામત ખર્ચ અંગેનો છે.આ પ્રશ્નનો જવાબ તૈયાર કરવા પંચાયતની સંબંધિત કચેરી તનતોડ પ્રયાસ કરી રહી છે. આ ખર્ચના કેટલા બિલ રજૂ થયા અને કેટલા રૂપિયા ચૂકવ્યા તેની માહિતી વિપક્ષી નેતાએ માગી છે. ઉપરાંત આરોગ્ય શાખાના અમુક કર્મચારીઓ નશાની હાલતમાં નોકરી કરવા આવતા હોવાનો આક્ષેપ કરી તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.તેમણે તમામ કર્મચારીઓના આલ્કોહોલ ટેસ્ટ કરાવવાની માગણી કરી છે વરસાદી નુકસાન થી કેટલા ખેડૂતોને સહાય ચૂકવાયેલ તેનો પણ પ્રશ્ન છે તેમણે રસ્તાઓની ખરાબ હાલત અને ગેરંટીના સમયગાળા અંગે સામુહિક આરોગ્ય કેન્દ્ર અંગે પંચાયત કચેરીમાં અધિકારીઓની ઘટ બાબતે પ્રશ્ન ઉઠાવ્યા છે
ભાજપના સભ્યોના્ર પ્રશ્નોની ચર્ચા પહેલી થશે. જો બધો અથવા મોટાભાગનો સમય તેમાં વીતી જાય તો વિપક્ષી નેતાના પ્રશ્નોની ચર્ચા ન થઈ શકે તે સ્વાભાવિક છે ચર્ચાનો સમય લંબાવવાની પ્રમુખને સત્તા છે. વર્તમાન શાસકોની આ છેલ્લી સામાન્ય સભા છે વિદાયમાં જેવી આ સભામાં સારો માહોલ જળવાય છે કે કેમ તેનો આધાર શાસક અને વિપક્ષના જવાબદારો પર છે.
(4:05 PM IST)










