તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
બેસ્ટ ઓફ લક....

સમગ્ર ગુજરાત રાજયમાં આજથી પરીક્ષાની મોસમનો શુભારંભ થયો છે. આજથી ગુજરાત રાજયના ૧૫ લાખથી વધુ પરીક્ષાર્થીઓ તેમની કારર્કીદીની મહત્વની પરીક્ષા આપી રહ્યા છે. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધો-૧૦અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારથીજ રાજમાર્ગો પર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ભારે ચહલ પહલ જોવા મળી હતી. ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઇ ભય કે ડર વગર મુકતપણે પરીક્ષા આપી શકે તે માટે પ્રથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મોં મીઠુ કરાવી ઉત્સાહ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટની ન્યુ એરા સ્કૂલ ખાતે રાજકોટ કલેકટર શ્રી ઓમપ્રકાશ સહિતના અધિકારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:43 PM IST)










