<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જિલ્લા પંચાયતમાં શાસનથી સેવા-સમર્પણ કાલે સામાન્‍ય સભા સાથે રકતદાન પર્વ

રકતદાન કરવા રકતદાતાઓને પ્રમુખ પ્રવિણાબેનની અપીલ

 

 

રાજકોટ, તા.૨૬: જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી એ જણાવ્‍યું છે કે આવતીકાલે તા.૨૭, શુક્રવારનાં યોજાનાર રાજકોટ જિલ્લા પંચાયતની બજેટ માટે ની ખાસ સાધારણ સભામાં રાજકોટ જિલ્લા પંચાયતના છેલ્લા પાંચ વર્ષના અથાગ પરિશ્રમની ઝલક અને ભાવિના સ્‍વપ્નોનું બજેટ રજૂ થશે.પરંતુ આ માત્ર બજેટની વાત નથી. આ તો સેવા અને સમર્પણનો મહાપર્વ છે! આ સામાન્‍ય સભા દરમિયાન સવારે ૯ થી ૨ સુધી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિવાસસ્‍થાન, કલેક્‍ટર કચેરીની બાજુમાં, રાજકોટ ખાતે મહા રક્‍તદાન કેમ્‍પ યોજાશે, જ્‍યાં જિલ્લા પંચાયતના સભ્‍યો, અધિકારીઓ અને આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રક્‍તદાન કરીને કહેશેઃ એક બિંદુ લોહી - નવ જીવનની આશા!

જિલ્લા પંચાયત પ્રમુખે હૃદયસ્‍પર્શી શબ્‍દોમાં અપીલ કરતા કહ્યું: આ બજેટ સાધારણ સભા છે, પણ વિકાસની યાત્રા અહીં અટકતી નથી. અમે છેલ્લા પાંચ વર્ષમાં જે સપનાં જોયાં, તેને આ બજેટ દ્વારા વાસ્‍તવિકતામાં બદલીશું. અને બ્‍લડ ડોનેશન દ્વારા અમે સાબિત કરીશું કે - સેવા અમારો ધર્મ છે, જીવનદાન અમારું કર્મ છે! આવો, ભાગ લો.

(11:32 AM IST)