News of Thursday, 26th February 2026
કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાના અર્થે ચાલતી હોસ્પિટલ દ્વારા શનિવારે સાઈરામ દવેનો ‘કર્મયોગ ગાથા થેરાપી'
૪ાા વર્ષથી હોસ્પિટલ કાર્યરત, સંસ્થાના ટ્રસ્ટીઓ કહે છે કે હોસ્પિટલમાં રૂ.૧૦૦માં ઓપીડી તેમજ વિવિધ સારવાર રાહતદરે ઉપલબ્ધઃ હસાયરો માણવા જાહેરજનતાને આમંત્રણ

રાજકોટઃ કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી દરે ચાલતી હોસ્પિટલના ઉપક્રમે સાઈરામ દવેના સથવારે તા.૨૮ના શનિવારે ‘‘કર્મયોગ ગાથા હાસ્યની થેરાપી'' નામનો જાહેર હસાયારા નો કાર્યક્રમ યોજાયો છે.
ઉલ્લેખનીય છે કે કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી દરે ચાલતી યુનાઈટેડ કેર હોસ્પિટલ રૈયા રોડ રાજકોટ ખાતે આવેલ છે. આ હોસ્પિટલ છેલ્લા પાંચ વર્ષથી ૧૦૦ બેડની મંજૂરી સાથે કાર્યરત છે. જેમાં ૧૨ બોર્ડનું આઈસીયુ, ૭ બેડનો ઈમરજન્સી વિભાગ ૬ બેડનો ડાયાલિસિસ વિભાગ તેમજ ૮ બેડનો ફિઝિયોથેરાપી વિભાગ પણ ઉપલબ્ધ છે. હાલમાં આ હોસ્પિટલમાં રાજકોટના નામાંકિત ડોક્ટરો રૂ.૧૦૦માં ઓપોડી સેવા આપી રહ્યા છે. સ્ત્રી વિભાગ માટે નોર્મલ ડિલિવરી રૂ.૫ હજાર તથા સિઝેરીયન રૂ.૧૫ હજાર ઉપરાંત કર્મયોગ લેબોરેટરીમાં મેમોગ્રાફી તપાસ રૂ.૯૦૦, સોનોગ્રાફી તપાસ રૂ.૩૫૦માં કરવામાં આવી રહ્યા છે. સંસ્થાના મેડિકલ સ્ટોરમાં સેવાભાવી દરે દવાઓ તથા અન્ય મેડીકલ સામગ્રી ઉપલબ્ધ છે. એમ્બ્યુલનસની પણ સેવા કાર્યરત હોવાનું સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ હોસ્પિટલનો વ્યાપ વધે તે માટે તા.૨૮ને શનિવારે સાંજે ‘‘કર્મયોગ ગાથા ર્હાસ્યની થેરાપી'' નામનો જાહેર હસાયરો સાઈરમ દવેના સાનિધ્યમાં ગંગોત્રી ર્પાર્ક મેઈન રોડ, શિલ્પન નોવા સામે (બી ટી સવાણી કિડની હોસ્પિટલની સામેનો રોડ) યુનિવર્સિટી રોડ ખાતે નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. જાહેર આમંત્રણ અપાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા કર્મયોગ વર્કિંગ કમિટી તેમજ સમગ્ર ટીમ જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે.
આ અંગે વધુ માહિતી માટે યુનાઈટેડ કેર હોસ્પિટલ, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ થી આગળ, તુલીસી સુપર માર્કેટની બાજુમાં રૈયા રોડ, રાજકોટ (મો.૮૦૯૦૦ ૮૦૦૭૧) ખાતે સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:10 PM IST)










