<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ગવરીદડની જમીનમાં ગેરકાયદેસર પડેલ નોંધ રદ કરતા રાજકોટના મદદનીશ કલેકટર

રાજકોટઃ તા.ર૬,રાજકોટના ગવરીદડની જમીન અંગે વાંધેદારની  તરફેણમાં મદદનીશ કલેકટરે હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોવામા આવે તો   પરબતભાઈ ટપુભાઈ અજાણી-સોરઠીયાની માલીકી કબ્‍જા ભોગવટાની ખેતીની જમીન રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ ગવરીદંડના ખાતા નં.૯૬૪ ની રે.સ.નં. ૧૧૯ પૈકી ૧ ની જૂનીશરતની વિજળીયુ તરીકે ઓળખાતી ખેતીની જમીન મુળ તરશીભાઈ ટપુભાઈ વિગેરે-૧૦ ના નામે આવેલ હતી જે જમીનમાં તેઓએ તેમના સીધીલીટીના વારસદારોના નામે હૈયાતીમાં વહેચણી કરેલ છે. વહેંચણી મુજબ તમામ વારસદારોના નામ આવી ગયેલ છે. આમ વહેચણી થયેલ ત્‍યારે વિરજીભાઈ ટપુભાઈ અજાણીના નામે રે.સ.નં.૧૧૧ પૈકી ૧ ની ખેતીની જમીન હે.આરે.ચો.મી. ૧-૨૭-૪૮ આપવામાં આવેલ અને તેમના ભાઈ પરબતભાઈ રટુભાઈ અજાણીના ભાગે રે.સ.નં.૧૧૯ પૈકી ૧ હે.આરે.ચો.મી. ૧-૩૮-૬૧ આપવામા આવેલ જેમાં સામાવાળા નં.૧ ને માત્ર ને માત્ર ૧૬ ગુંઠા જમીનમાં હકક, હિત, હિસ્‍સો સમાયેલ હતો પરંતુ રેવન્‍યુ કાયદાની જોગવાઈ મુજબ ૧૬ ગુંઠા ખાતે ચડે નહી જેથી બધા વડીલો તથા ભાઈઓ બહેનોની હાજરીમાં એવુ મૌખીક નકકી થયેલ કે આ કામના અરજદારની જમીનમાં સામાવાળા નં.૧ ના ૧૬ ગુંઠા આવેલ છે જેથી તેમનુ નામ સંયુકતમાં રાખવું જે મોખીક સમજુતી થયેલ.

પરંતુ વિરજીભાઈ ટપુભાઈએ તેમના ભાગે આવેલ ખેતીની જમીન તેઓએ  વેચાણ કરી દીધેલ હોય અને તેમના ભાઈના સાથે તેમની કુલ જમીનમાં ૧૬ ગુંઠા હિસ્‍સો આવેલ હોય તેમાં માત્ર ને માત્ર નામ રાખેલ પરંતુ જમીનના ભાવ વધી ગયા હોવાથી હેરાન કરવાના એકમાત્ર ઈરાદાથી જમીન વેચાણ કરવાની કાર્યવાહી કરવા તા.૦૩/૦૭/૨૦૨૧ ના રોજ તેમનો ૫૦ ટકા હિસ્‍સો ન હોવા છતા વેચાણ અંગેની જાહેર નોટીસ  એડવોકેટ  મારફતે  આપેલ ત્‍યારબાદ અરજદારે અમારા એડવોકેટ મારફતે તા.૦૭/૦૭/૨૦૨૧ ના રોજ દૈનીક ન્‍યુઝપેપર અકીલામા જાહેર ચેતવણી આપવામાં આવેલ કે સદરહુ જમીનમાં પ્રતિવાદી નં.૧ નો ૫૦ ટકા હિસ્‍સો નહી પરંતુ ૧૬ ગુંઠાનુ હિત સમાયેલુ છે જેથી સદરહુ જમીન તેઓ પાસેથી કોઈપણ વ્‍યકિતએ ખરીદ કરવી નહી તેમજ સદરહું જમીનનો દસ્‍તાવેજની નોંધણી અમારી જાણ વગર ન કરે તે અંગે અમોએ ઈ-ધરા મામલતદાર સાહેબશ્રીને તા.૨૦/૧૧/૨૦૨૧ ના રોજ અરજી આપેલ.

ત્‍યારબાદ અરજદાર રે.સ.નં.-૧૧૯ પૈકી ૧ ના રેવન્‍યુ રેકર્ડ તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ કઢાવતા ખબર પડેલ કે તેમાં કાચી નોંધ નં.૭૪૪૫ પહેલ છે. કે આ કામના સામાવાળા નં. ૧ નાએ સદરહું ૧૧૯ પૈકી ૧ વાળી ખેતીની જમીનમાં તેમનો ૧૬ ગુંઠા હિસ્‍સો હોવા છતાં તેમને ૫૦ ટકા અવિભાજય હિસ્‍સાનો આ કામના સામાવાળા નં.ર ભરતભાઈ વશરામભાઈ રામાણી જોગ રજીસ્‍ટર વેચાણ દસ્‍તાવેજ અનુક્રમ નં.૩૯૩૮, તા.૨૭/૦૭/૨૦૨૧ ના રોજથી ગેરકાયદેસર કરી આપેલ છે.  સદરહું દસ્‍તાવેજની ખરી નકલ સબરજીસ્‍ટ્રાર ઓફીસમાંથી કઢાવતા અમો અરજદારને પ્રથમવાર નોલેજમાં આવેલ કે સદરહું દસ્‍તાવેજ ૨૦૨૧ ની સાલમાં કરેલ હોય અને તેમની રેવન્‍યુ એન્‍ટ્રી સને ૨૦૨૫ માં આ કામના સામાવાળા નં.૧ તથા નં.ર નાઓએ ગેરકાયદેસર મંડળી રચી અને જાણીજોઈને ૪ (ચાર) વર્ષ બાદ એન્‍ટ્રી  પડાવેલ જેથી  અમો અરજદારને ખબર પડતાં અમોએ તાત્‍કાલીક અમારા એડવોક્રેટ  રાકેશ કોઠીયા મારફતે સદરહુ નોંધ નં.૭૪૪૫ માં વાંધા અરજી આપતા તકરારી થયેલ અને મદદનીશ કલેકટર અને સબ-ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ કચેરી રાજકોટ (શહેર)-રે પ્રાંતનાએ   તકરારી કેસ રજીેસ્‍ટર લીધેલ છે અને તકરારી કેસ નાયબ કલેકટર   સમક્ષ ચાલી જતા   એવી રજુઆત કરેલ કે થયેલ દસ્‍તાવેજ કાયદાની જોગવાઈ મુજબ ખરો ન હોય અને જયારે દસ્‍તાવેજ બોગસ અને ફોડ હોય ત્‍યારે તેમની રેવન્‍યુ રેકર્ડમાં એન્‍ટ્રી પ્રમાણીત થઈ શકે નહી તેમજ  તકરારી કેસમાં જવાબ તથા લેખીત રજુઆતો તથા હાઈક્રોટના જજમેન્‍ટ સહીતની રજુઆતો ધ્‍યાને લઈ નામદાર નાયબ કલેક્‍ટર રાજકોટ વાંધેદારની વાંધા અરજી મંજુર કરવામા આવે છે તેમજ મોજે ગવરીદડના સર્વે નંબર ૧૧૯ પૈકી ૧ માં હકકપત્રક નોંધ નં.૭૪૪૫, તા.૨૧/૧૧/૨૦૨૫ ‘‘નામંજુર'' કરવા આથી હુકમ કરવામાં આવેલ છે.

 આ કામમાં વાંધેદાર પરબતભાઈ ટપુભાઈ સોરઠીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી. કોઠીયા, એડવોકેટ એન્‍ડ નોટરી ભારત સરકાર તથા વિવેક અકબરી, એન.આર.કોઠીયા રોકાયેલા હતા.

(3:02 PM IST)