<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

રૂડા તંત્રની લાલ આંખઃ વિવિધ વિસ્‍તારના નવ આવાસો કર્યા રદ

આજદિન સુધી દસ્‍તાવેજ, ભાડા કરાર કરાવેલ ન હોય તો કરાઇ કાર્યવાહી

રાજકોટ, તા. ર૬: શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલ રૂંડાનાં આવાસનો આજદિન સુધી દસ્‍તાવેજ, ભાડાકરાર કરાવેલ ન હોય તેવા નવ આવાસો રદ કરવામાં આવ્‍યા છે.

શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નીચે મુજબની સાઇટ ખાતે ફાળવેલ આવાસો પૈકી નીચેની યાદી મુજબના આવાસધારકો દ્રારા રુડાનાં આવાસનો દસ્‍તાવેજ, ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે લાભાર્થીશ્રીઓને રૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે, પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્વારા દસ્‍તાવેજી, ભાડાકરાર કરાવેલ નથી. બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્‍યા આદિત્‍ય-૭૯ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૭૯)નો -B-૧૦૬, B-૧૪૦૩, D-૧૨૦૨, પરિવાર હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૮૦) ના B-૯૦૨, D-૫૦૪, વળંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭ એફ.પી.૯૫). D-૫૦૪, ગોકુલમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ(ટી.પી.૦૯, એફ.પી.૯/એ) ના D-૩૦૩, પરિશ્રમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૭૩) ના H-૩૦૮, આદર્શ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૦, એફ.પી.૩૨/એ) ના D-૧૨૦૩ સહિત આવાસધારકોના આવાસ દર કરવામાં આવે છે.

આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા હોય તો જાહેરાત પ્રસિધ્‍ધ થયાની તારીખ દિન-૭ માં રૂડા કચેરીમાં કામકાજનાં સમય દરમ્‍યાન આવાસ શાખાનો સંપર્ક કરવો. તેમ રાજકોટ શહેરી વિકાસ સતામંડળના મુખ્‍ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે

(3:25 PM IST)