News of Thursday, 26th February 2026
રોટરી કલબ ઑફ રાજકોટ મીડટાઉન દ્વારા રવિવારે વિના મુલ્યે શ્રવણયંત્ર વિતરણ કેમ્પ
વ્હેલા તે પહેલાના ધોરણે રપ૦ કાનના મશીનોનું ફ્રી વિતરણ કરાશે : જરૂરિયાતમંદ દર્દીને લાભ લેવા અનુરોધ

રાજકોટ : ર૯ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાનના મશીનનું વિતરણ ફ્રી ઑફ ચાર્જ કરવામાં આવશે. કેમ્પમાં કુલ રપ૦ મશીનો વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. નિષ્ણાંત ડૉકટરોની પૅનલ દ્વારા પહેલા દર્દીઓના કાનની તપાસ કરવામાં આવશે ત્યારબાદ દર્દીઓને આ કાનના મશીનનું વિતરણ કરવમાં આવશે, તેમ જણાવાયું છે.
આ સેવા પ્રવૃત્તિમાં રોટરી ક્લબ ઑફ રાજકોટ મીડટાઉનના જ ડૉકટર્સની પૅનલ કાનના નિષ્ણાંતો ડૉ. સુનીલભાઇ મોદી, ડૉ. જતીનભાઇ મોદી, ડૉ. નીરવભાઇ મોદી, ડૉ. દર્શનભાઇ ભટ્ટ, ડૉ. સેજલબેન ભટ્ટ, ડૉ. જુહી મણીયાર વિ. સેવા આપનાર છે.
દર્દીઓને તપાસી અને ત્યારે જ જરૂરીયાતમંદ વ્યકિતઓને ફ્રી શ્રવણયંત્ર આપવામાં આવશે જો દર્દીઓ પાસે કાનની તપાસ કરવાનો રીપોર્ટ હોય તો સાથે લઇઆવવા જણાવાયું છે.
રવિવારે તા. ૦૧.૦૩ ના રોજ સવારે ૮ થી ૧૧:૩૦ વાગ્યે આ કેમ્પનું આયોજન સ્વ. હીરાબેન તંબોલી તથા મંજેલાબેન શાહના સૌજન્યથી આ કેમ્પ થઇ રહ્યો છે.
આ પ્રોજેકટના ચેરમેન ડૉ. નીરવભાઇ મોદી, કલબના પ્રમુખ જીજ્ઞેશભાઇ કામદાર અને ક્લબના તમામ સભ્યો જહેમત ઉઠાવ રહ્યા છે.
સ્થળ : લલિતાલય રોટરી મીડટાઉનની હોસ્પિટલ, પેટ્રીયા સ્યુટની સામેનો રોડ, ૬-ગીતગુર્જરી સોસાયટી, જુનો એરપોર્ટ રોડ, રાજકોટ.
તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશભાઇ કામદાર, ડૉ. નીરવ મોદી, દિવ્યેશભાઇ અઘેરા અને બાનુ ધકાણ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:40 PM IST)










