News of Thursday, 26th February 2026
શેઠ હાઇસ્કુલમાં બોર્ડના પરીક્ષાઓનું તિલક સાથે સ્વાગત

રાજકોટઃ આજથી શરૂ થયેલ બોર્ડની જાહેર પરીક્ષામાં સવારે એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને આવકારવા શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા શાળામાં વોર્ડ નંબર-૧૪ કોર્પોરેટર નીલેશભાઇ જલુ, વોર્ડ નંબર-૧૪ના ભાજપના મહામંત્રી માણસુરભાઇ વાળા તેમજ કેયુરભાઇ મશરૂ હાજર રહ્યા હતા અને તેઓએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલકથી સ્વાગત કરી પેંડા ખવડાવી મીઠા મોં કરાવ્યા હતા. શાળાના આચાર્ય ડો. તુષારભાઇ પંડયા તથા એન. એ. ભુત પણ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા સમગ્ર વ્યવસ્થામાં વહીવટી મદદનીશ એચ. બી. ધોળકિયા, વી. એ. પુંજાણી તથા ડો. વી. આર. ભટ્ટ, સીમાબેન પટેલ, શ્વેતાબેન પટેલ, એમ. ડી. જારિયા, આર. એન. ચુડાસમા, કે. કે. ધરજીયા, સેવક વર્ગના કર્મચારી સર્વ પ્રિયુષભાઇ ભટ્ટ અને શ્રીમતી અનસુયાબેન સક્રિય રહ્યા હતા.
(3:53 PM IST)










