તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
રોટરી ક્લબ ઓફ પ્રાઈમ રાજકોટ દ્વારા રવિવારે પોલીસ કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ
બ્લડ ડોનેશન, કેન્સર અવેરનેસ, મેડિટેશન અને વ્યસનમુક્તિ કેમ્પનું પણ આયોજન

રાજકોટઃ રોટરી ક્લબ ઓફ પ્રાઈમ રાજકોટ દ્વારા રવિવારે તા.૧ માર્ચના રોજ પોલીસ કર્મચારીઓ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અવેરનેસ કેમ્પ, મેડિટેશન કેમ્પ તથા વ્યસનમુક્તિ માટેના કેમ્પનું આયોજન સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી તાલીમ ભવન, પોલીસ હેડ ક્વાર્ટસ, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
આ કેમ્પમાં પીડિયાટ્રિક ડો.રૂષિ સૂચક, ન્યુરો સર્જનઃ ડો.સાગર ઘોડાસરા, ગાયનેકઃ ડો.ખુશ્બુ ઝાલાવાડીયા, ઓર્થોપેડીકઃ ડો.કુપેન ટેલર, ફિઝિયોથેરાપીસ્ટઃ ડો.સિધ્ધાર્થ સંઘાણી, ઈ.એન.ટી.: ડો.પાર્થ હિંગોલ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટઃ ડો.જીગર પાડલિયા, એમ.ડી.એસઃ ડો.મિલી ત્રિવેદી ભટ્ટ, રિફેક્ટિવ સર્જરીઃ ડો.અમોધ એસ.કિતુર, એમ.ડી.પીજીપીઃ ડો.ચાંદની પી.શાહ, પેથોલોજીઃ ડો.ઋષિચ ભટ્ટ, ગાયનેકઃ ડો.મુદ્રા પેથાણી તંતી, સુજોક થેરાપીસ્ટઃ કાજલ હરિયા, મેડિટેશન અને નશામુક્તિઃ બ્રહ્માકુમારીઅંજના સેવા આપશે.
આયોજનને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ પ્રાઈમ રાજકોટના પ્રોજેક્ટ ડિરેક્ટર આર્કિટેક્ટ દર્ષિત વિ.મહેતા, સેક્રેટરી પીએચએફ મેહુલ પરમાર, પ્રેસીડેન્ટ નિહાર ચંદારણા તથા સમગ્ર કમીટી જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં મેહુલ પરમાર-સેક્રેટરી, તુષાર સીમેરીયા, દર્ષિત વિ.મહેતા તથા શ્રેયાંસભાઈ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા, અકિલા)
(4:02 PM IST)










