<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

બેંક એકાઉન્‍ટ ભાડે આપી સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફસાતા યુવાનો ચેતે

યુવાનોના ભવિષ્‍યને બરબાદ કરતુ ભયંકર સ્‍કેમઃ મામુલી આવકની લાલચમાં : એકવાર ફ્રોડનો ભોગ બન્‍યા પછી મુખ્‍ય આરોપીનું લેબલ લાગી જતા દિવસો સુધી જેલમાં રહેવુ પડે છે : જામીન મળવા મુશ્‍કેલઃ વર્ષો સુધી કેસ ચાલતા સરકારી નોકરી મેળવવાના લાભથી પણ વંચીત રહેશોઃ સમાજના આગેવાનો જનજાગૃતિ માટે સોસાયટીમાં સાયબર ફ્રોડ અવેરનેશ માટે મિટીંગોનું આયોજન કરે : ફેબ્રુઆરી માસના ‘મન કી બાત'માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પણ ‘ડીજીટલ એરેસ્‍ટ'થી લોકોને ડરવા કે નહીં ગભરાવાની અપીલ કરી છે

વાંચક મિત્રો

રાજકોટઃ આજે એક અત્‍યંત ગંભીર અને દુઃખદ હકીકત તમારા સુધી પહોંચાડવાની છે. સુરત સહિત સમગ્ર ગુજરાતના ૧૯ થી ૩૦ વર્ષની ઉંમરના યુવાનોને નિશાન બનાવીને એક નવું જાળ ફેલાઈ રહ્યું છે. આ જાળમાં ફસાતા નિર્દોષ યુવાનો આજે સાયબર ક્રાઈમના મુખ્‍ય આરોપી બનીને જેલોમાં સડી રહ્યા છે.

મુદ્દો ૧: સ્‍કેમ શું છે?

સાયબર ગઠિયાઓ યુવાનોને કહે છેઃ ‘‘ભાઈ તારો ખાલી બેંક એકાઉન્‍ટ થોડા દિવસ માટે વાપરવો છે રૂા. ૫,૦૦૦ થી રૂા.૨૫,૦૦૦ આપીશું.'' આ એકાઉન્‍ટમાં લાખો-કરોડોના ફ્રોડ ટ્રાન્‍ઝેક્‍શન થાય છે. ત્‍યારબાદ પોલીસ સિસ્‍ટમ મુજબ એકાઉન્‍ટ હોલ્‍ડર જ મુખ્‍ય આરોપી માનવામાં આવે છે.

મુદો ૨: પછી શું થાય છે? (ખૂબ ગંભીર બાબતો)

જે રાજ્‍યમાં ફ્રોડ થયો હોય ત્‍યાંથી જ ગુનો દાખલ થાય છે. ખાસ કરીને ラ સમગ્ર ભારત દેશમાં  પોલીસ અને કોર્ટનો સીધો નિયમ ‘‘જેના ખાતામાં પૈસા આવ્‍યા - એ મુખ્‍ય આરોપી.'' તમારો દીકરો ગમે તેટલું કહે કે ‘‘હું તો ભાડે આપ્‍યું હતું'' કોઈ સાંભળતું નથી. જામીન મળતા નથી, કેટલાક કેસોમાં રૂપિયા ખર્ચ્‍યા બાદ પણ જામીન નથી મળતા અને વર્ષો સુધી કેસ ચાલે છે, બીજા રાજ્‍યની પોલીસે ઘરે આવીને જ પકડી જાય છે, કોઈ રોકી શકાતું નથી, વાતચીત ચાલતી નથી., સીધી કમાન્‍ડઃ ‘‘અમે લઈને જઈશું''. ફરીફરીને નવા કેસ ラ આખી જિંદગી કોર્ટના ચક્કરમાં એક સ્‍કેમમાં એકાઉન્‍ટ વપરાય એટલે ૫-૧૦ રાજ્‍યોમાં અલગ-અલગ FIR. અલગ-અલગ જેલ. આખી જિંદગી કોર્ટ-જેલનું ભવિષ્‍ય.

મુદો ૩: જેલમાં શું હાલત?

 અનુભવથી જોયું છે કે રડી-રડીને દિવસ ગાળે છે. પરિવાર ૨૦-૪૦ કલાક મુસાફરી કરીને પહોંચે છે. ખર્ચ, માન-હાનિ, દુઃખ ラ બધું બેકાબૂ. આ દુઃખદ સત્‍ય છે. મારી ખાસ વિનંતી ラ હવે જાગવાની જરૂર છે ૧. સોસાયટીઓમાં ગામોમાં જાગળતિ ફેલાવો શેરી-શેરી, વાડી-વાડી, સમાજના મેળાવડાઓમાં ‘‘સાયબર ક્રાઈમ અવેરનેસ'' સેશનનું આયોજન કરો. આ મેસેજ દરેક સુધી પહોંચાડો ૨. માતા-પિતાએ સતર્ક રહેવું જોઈએ દીકરાના બેંક એકાઉન્‍ટમાં અચાનક પૈસા આવે તો તપાસો Debit/Credit SMS ચૂકી જશો નહીં OTP, UPI, ATM PIN કોઈ સાથે શેર ન કરવા દીકરાને સમજાવો. ૩. બેંક એકાઉન્‍ટ ભાડે ન આપો ラ ગમે તેવાં હોય મિત્ર હોય, સગો હોય, કોલેજ મિત્ર હોય, OTP - એકાઉન્‍ટ - પાસબુક - કાઈ આપશો નહીં.

Next Step: આપણે શું કરી શકીએ?

સમાજના આગેવાનો પ્રમુખ, ટ્રસ્‍ટીઓ સાથે મીટિંગ રાખો, સોસાયટીમાં Cyber Crime Awareness Program શરૂ કરો આ એક સામાજિક ફરજ છેઃ જો આપણે એલર્ટ નહીં રહીશું તો આવતીકાલે આપણા પોતાના ઘરના દીકરાનું ભાઇનું ભવિષ્‍ય બરબાદ થઈ શકે છે. મહેરબાની કરીને આ મેસેજ વાંચો, સમજો અને દરેકને વંચાવો. સુરક્ષિત રહો ラ સાવધાન રહો. 

છેતરાયા પછી પોલીસ ફરિયાદ કરવાને બદલે છેતરાયા પહેલા જ પોલીસ ફરિયાદ કરો

સાયબર ક્રાઇમનો ભોગ બનતા પહેલા મનમાં એક ગાંઠ વાળી લો

રાજકોટઃ આપણે છેલ્લા ઘણા સમયથી યુવાનો અભણ માણસો કે નિવળત સિનિયર સિટીઝનો સાઇબર ક્રાઇમનો ડરને કારણે ભોગ બની જતા હોય છે અને લાખો રૂપિયા ગુમાવી બેસે છે આવા અનેક લોકો લાખો રૂપિયા ગુમાવ્‍યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરવા જતા હોય છે પરંતુ ફરિયાદ થવામાં મોડું થતા પોલીસને આરોપી સુધી પહોંચવામાં નાકે દમ આવી જાય છે તેમ છતાં પોલીસ આવા ગુનેગારોને તનતોડ મહેનત કરીને આંતરરાજયમાંથી પણ પકડી લાવે છે પોલીસની સાયબર ક્રાઇમ ગુના શોધવામાં કામગીરી સારી જ છે તેમાં કોઈ બે મત નથી.

લોકોએ હવે જાગળત થઈ જો કોઈ તમારા મોબાઇલમાં સાઇબર ક્રાઇમને લગતી ગુનાહિત પ્રવળત્તિ થવાની હોય તેવો અણસાર આવે તમને વિડીયોકોલ દ્વારા કોઈ મોટા પોલીસ અધિકારી મારફત  ફ્રોડની વાત કરી તમને ફસાવવાની કોશિશ કરવામાં આવે છે તેવું જણાય તો ગભરાયા વગર બેધડક જે તે વિડીયો કોલ કે ફોન કરનારને પહેલા હું મારા નજીકના પોલીસ સ્‍ટેશનને જઈને તપાસ કરી પછી આગળ વાત કરીશ તેમ જણાવશો તો આપ સાયબર ફ્રોડનો શિકાર બનતા અટકી જશો.

માત્ર આટલી જ વાત તમે તમારા મોબાઇલમાં ફોન કરનાર વ્‍યક્‍તિને કહેશો તો એ સમજી જશે કે અહીં આપણી દાળ ગળશે નહીં અને તુરંત ફોન કાપી નાખશે.

આ ઉપરાંત જો તમે સિનિયર સિટીઝન હો તો તમે તેને એમ પણ કહી શકો છો કે હું whatsapp વાપરતો નથી મને આવડતું નથી નીફટીથી પૈસા ટ્રાન્‍સફર કે બેંક વહીવટ હું કદી કરતો જ નથી મારે મારા સંતાનોને વાત કરવી પડે પછી વિચારીશ અને એ પહેલા હું નજીકના પોલીસ સ્‍ટેશનને જઈને પોલીસ અધિકારીનું માર્ગદર્શન મેળવીને તમારી સાથે વાત કરીશ આટલું કહેશો તો પણ એ લોકો ફોન કરનાર સમજી જશે કે આ લોકો ચાલાક છે આપણી જાળમાં ફસાશે નહીં અને આપ સાયબર ક્રાઇમથી આપની મરણ મૂડી ગુમાવતા અટકી જશો બસ જરૂર છે સતર્ક બનવાની

લોકોએ સંજ્ઞાન લઈ પરિવારના બાળકો વડીલોને  સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શિત કરવા જોઈએ

અગ્રણી પ્રિન્‍ટ મીડિયાના સાયબર ફ્રોડના પ્રસિધ્‍ધ થતા સમાચારો પરથી જ

રાજકોટઃ ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી દિન પ્રતિદિન સાયબર ક્રાઇમનો ગ્રાફ વધી રહ્યો છે આનું મુખ્‍ય કારણ છે લોકોની લોભ લાલચ ડર અથવા ઝડપથી રૂપિયા કમાવવાની ઘેલછા કારણભૂત હોવાનું જાણવા મળે છે.

હાલમાં લોકોને સાયબર ફ્રોડથી બચાવવા જન જાગળતિ માટે કેન્‍દ્ર રાજ્‍ય સરકાર દ્વારા ગળહ ખાતુ જે તે જિલ્લાના પોલીસ કમિશનર સહિતના સતત પ્રયત્‍નો કરી રહ્યા છે કેન્‍દ્ર રાજ્‍ય સરકારના ગળહ ખાતા દ્વારા સાયબર ક્રાઇમથી બચવા લોકોને સતર્ક રહેવા દેશભરના પ્રિન્‍ટ મીડિયા (વર્તમાનપત્રો)માં જાહેરાતો અપાય છે ઉપરાંત જે તે વિસ્‍તાર જિલ્લાના પોલીસ કમિશનર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે.

આ ઉપરાંત દરેક ટીવી સીરીયલ માં સમયાંતરે લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગળત કરવામાં આવતા હોય છે જ્‍યારે રિઝર્વ બેન્‍ક પણ અવારનવાર બેંકો મારફત લોકોને સાઇબર ક્રાઇમથી સજાગ રહેવા અને કોઈ પણ ખોટી લીંક વિડીયો એપ ડાઉનલોડ ન કરવા તેમજ બેંક ખાતાની વિગત આધારકાર્ડ પાનકાર્ડ જેવી વિગતો શેર ન કરવા પ્રચાર પ્રસાર કરી રહી છે ત્‍યારે હવે લોકોએ પણ સ્‍વયંમ જાગળતિ કેળવવી એ જ આજના સમયની માંગ છે.

-: સંકલન :-

કિશોર કારીયા, રાજકોટ

(12:07 PM IST)