<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજકોટમાં સરકારે આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં શ્વાનોની ગણતરી કરવા અંગે પરિપત્ર જાહેર કરતાં ગણગણાટ શરૂ

પરિપત્ર મુજબ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી અને સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં રહેલા શ્વાનોની સંખ્યા ગણવી ફરજિયાત બનાવાઈ

રાજકોટમાં રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં શ્વાનોની ગણતરી કરવા અંગે પરિપત્ર જાહેર કરતાં આરોગ્યકર્મીઓમાં ચર્ચા અને ગણગણાટ શરૂ થયો છે. પરિપત્ર મુજબ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી અને સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં રહેલા શ્વાનોની સંખ્યા ગણવી ફરજિયાત બનાવાઈ છે અને સોમવાર સુધીમાં આ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી ૫૫ આરોગ્ય કેન્દ્રો, ૫ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૧ જિલ્લા હોસ્પિટલ, ૧ મેડિકલ કોલેજ તેમજ ૧૨ કમ્યુનિટી હેલ્થ વર્કરોને આ કામગીરી સોંપવામાં આવતા, શિક્ષકો અને તલાટીઓ બાદ હવે આરોગ્ય સ્ટાફ પર વધારાની જવાબદારી મુકાઈ હોવાની ચર્ચા ઉઠી છે.

 

(1:03 PM IST)