<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મહાત્‍મા જયોતિરાવ ફુલે-સાવિત્રીબાઇ ફલેને ભારત રત્‍ન આપો

રાજકોટઃ સમસ્‍ત માળીસમાજ મહામંડળ ટ્રસ્‍ટના આગેવાન મનીષભાઇ સોલંકી એને અન્‍યોએ કલેકટરને આવેદન પાઠવી મહાત્‍મા જયોતિરાવ ફુલે અને સાવિત્રીબાઇ ફૂલેને ભારત રત્‍ન આપવાની માંગણી કરી હતી.

મહાત્‍મા જયોતિરાવ ફુલે અને સાવિત્રીબાઇ ફુલે એક એવું વ્‍યકિતત્‍વ કે જેમને પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા કચડાયેલા વર્ગને યોગ્‍ય સ્‍થાન અને ન્‍યાય અપાવવા માટે ન્‍યોછાવર કરી દીધું અને તેમની ઉન્નતી અને પ્રગતિ માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્‍યું, ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા મહામાનવ વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરે મહાત્‍મા જયોતિરાવ ફુલેને પોતાના ગુરૂ માન્‍યા હતા માતા સાવિત્રીબાઇ ફૂલે તેજસ્‍વી અનેરૂ ઉમદા વ્‍યકિતત્‍વ કે જેમને મહિલાઓ દ્વારા વિદ્યાની દેવી તરીકે નવાજેલ મહાત્‍મા જયોતિરાવ ફુલે દ્વારા પોતાની પત્‍ની સાવિત્રીબાઇ શિક્ષિત બનાવી અન સાવિત્રીબાઇ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્‍યા અને તેઓએ મહિલાઓને ભણાવવા માટે પ્રથમ મહિલા સ્‍કૂલ ખોલી અનેસમય જતા મહિલાઓ માટે બીજી ૧૬ સ્‍કુલો ચાલુ કરી માતા સાવિત્રીબાઇ ફૂલે કવિયત્રી હતા અને તેમને કાવ્‍ય ફૂલે નામનો પ્રથમ કાવ્‍યસંગ્રહ પ્રકાશિત કરેલો. ફુલે દંપતી સંયુકત રીતે બાળ હત્‍યા નિષેધ  ગૃહ,ખેત મજુરો માટે રાત્રી શાળા, મહિલા અનાથ આશ્રમ જેવી અનેક સંસ્‍થાઓ ખોલવામાં આવી મહાત્‍મા જયોતિરાવ ફુલે અને સાવિત્રબાઇ ફૂલેએ પોતાના જીવનમાં અસંખ્‍ય મુશ્‍કેલીઓ વેઠી મહિલાઓને શિક્ષણ અપાવવા માટે અને મહિલાઓને પોતાના પગભર થવા માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યુ. મહિલાઓને મુખ્‍ય ધારામાં લાવવા,તેમને માન સન્‍માન અને સંપૂર્ણ અધિકારો અપાવવા માટે ફૂલે દંપતી દ્વારા ખુબ જ લડત આપવામાં આવી. પછાત વર્ગના લોકો માટે તેમને જે કાર્ય કર્યુ છે તે કદાપિ ભૂલી શકાય નહિ અખંડ ભારતના પ્રથમ મહાત્‍મા અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષકા એવા આ ફૂલે દંપતી સમગ્ર ભારત દેશના માળી સમાજના આરાધ્‍ય છે.

(2:52 PM IST)