<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ચક્ષુદાન, દેહદાન, સ્‍કિનદાન કરનારના પરિવારજનોને સન્‍માનિત કરવા જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે ઋણસ્‍વીકાર સમારોહ

આ વર્ષે ૭૫૦ ચક્ષુદાન, ૬૧ દેહદાન, ૩૮ સ્‍કિનદાન થયા : તેમના સ્‍વજનોને શીલ્‍ડ આપી સન્‍માનિત કરાશે

રાજકોટ તા. ૨૭ : જનકલ્‍યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રાર દ્વારા ગુજરાતભરમાં રક્‍તદાન, ચક્ષુદાન, સ્‍કીન ડોનેશન દેહદાન તથા અંગદાનની પ્રવળત્તિ ઘણા વર્ષથી ચાલી રહી છે. જેના ભાગરૂપે આ પ્રકારના દાતાઓને પ્રોત્‍સાહીત કરવા આગામી તા. ૧ ના રવિવારે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ ખાતે ઋણસ્‍વીકારનારૂપમાં સન્‍માન સમારોહનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્‍યાણ ટ્રસ્‍ટના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ સંસ્‍થા ચક્ષુદાન, સ્‍કીન દાન, દેહદાનની જનજાગૃતિ સાથે કોઈપણ વ્‍યક્‍તિના બેસણામાં, સામાજિક મેળાવડાઓમાં પણ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરીને જરૂરીયાતમદ દર્દીઓને રક્‍ત પૂરું પાડવાનો પ્રયત્‍ન પણ કરે છે. રાજકોટમા આવેલા દરેક ફાયર સ્‍ટેશનમાં અને સબવાહિનીમા સ્‍ટીકર લગાડવાને કારણે અંતિમ પળોમાં પણ ચક્ષુદાન થઈ શકયા છે. પ્રચાર અને પ્રસાર અર્ર્થે રાજકોટના જાહેર રસ્‍તાઓ ઉપર બેનર્સ લગાડવામાં આવે છે. રાજકોટના જુદા જુદા સ્‍મશાનોમાં છ દિવસ સુધી સતત ૬ કલાક ઊભા રહીને સ્‍મશાનમાં જ અગ્નિદાહ વેળાએ સાત ચક્ષુદાન કરાવીને સમાજના જરૂરિયાતમંદને આંખો આર્પણ કરેલ છે.

ચક્ષુદાન, સ્‍કીન ડોનેશન, દેહદાન, અંગદાનની પ્રવળત્તિઓ વધુને વધુ વિસ્‍તરે  અને સમાજમાં જાગળતિ ફેલાય તે માટે આ ટ્રસ્‍ટ દ્વારા અત્‍યાર સુધીમાં ૫૮૦ ચક્ષુદાતા, પ૬ દેહદાતા તથા ૨૦ સ્‍કીન ડોનેશન કરેલ પરિવારના સ્‍વજનોને પ્રોત્‍સાહિત કરવા અને ઋણ સ્‍વીકાર કરવા ચાર સત્‍કાર સમારંભનું આયોજન થઇ ચુકયા છે.

આ વર્ષે પણ આ સંસ્‍થા દ્વારા તા.૧-૩-ર૦ર૬ને રવિવારના સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કુલ ખાતે ૫૮૧ થી ૭૫૦ ચક્ષુદાતાઓ અને ૫૦ થી ૬૧ દેહદાતાઓ અને ૨૧ થી ૩૮ સ્‍કીન ડોનેશન કરનારના પરિવારજનોને સન્‍માનિત કરી તેમનો ઋણ સ્‍વીકાર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

દાતાઓના પરિવારજનોને સ્‍વર્ગસ્‍થના ફોટા, નામ, સ્‍વર્ગવાસ તારીખ સાથેના શીલ્‍ડ પણ અર્પણ કરવામાં આવશે.

ટ્રસ્‍ટ દ્વારા અનેક અન્‍ય સેવાકીય પ્રવળત્તિઓ જેવી કે ધાબળા વિતરણ ઉનાળામાં સ્‍લીપર વિતરણ, ઠંડી છાશનું વિતરણ, જન્‍માષ્ટમીના તહેવારોમાં તથા દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ, ફરસાણ વિતરણ પણ ઝુપડપટ્ટી વિસ્‍તારમાં કરવામાં આવે છે. વિશેષમાં બે વર્ષથી દાતાઓના સહયોગથી  આ ટ્રસ્‍ટે ધોરણ પાંચથી બારનાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી બુક બેંક પણ શરૂ કરેલ છે.

ગત વર્ષે દાતાઓના સહયોગથી એક મજૂરીકામ કરતી વ્‍યક્‍તિને તેના હાથના કપાઈ ગયેલા આંગળાની જગ્‍યાએ કળત્રિમ આગળીઓ બેસાડીને તે કામ કરી શકે તે માટે મદદ કરેલી. થેલેસેમિયા ગ્રસ્‍ત દીકરીને પણ તેની જરૂરિયાત મુજબના ઇન્‍જેક્‍શનો ટ્રસ્‍ટ દ્વારા આપવામાં આવ્‍યા હતા.

ટ્રસ્‍ટની આવી સેવાકીય પ્રવળત્તિઓથી પ્રભાવિત થઈને રાજકોટના આર. કે. બિલ્‍ડર્સના શ્રીમતી તરલાબેન મહેતા દ્વારા આ ટ્રસ્‍ટની પ્રવળત્તિઓના સુયોગ્‍ય સંચાલન માટે ઢેબર રોડ ઉપર એક ઓફિસ પણ આપવામાં આવી છે.

ટ્રસ્‍ટના ચેરમેન અને આકાશવાણીના નિવળત્ત અધિકારી ઉમેશ મહેતા પોતાનો પૂર્ણ સમય સામાજિક સેવાકીયા પ્રવળત્તિઓમાં ફાળવે છે.

સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધીમાં ૫૩ રક્‍તદાન કેમ્‍પ દ્વારા ૨૧૨૪- બોટલ, ૮૨૦ - ચક્ષુદાન અને ૬૫ દેહદાન અને ૪૮ - સ્‍કીન ડોનેશન થયેલા છે તદુપરાંત આકસ્‍મિક મળત્‍યુના કિસ્‍સામાં પોસ્‍ટ મોર્ટમ પહેલા ચક્ષુદાન કરી શકાય તે માટે જરૂરી કાર્યવાહી કરી પોલીસ કમિશનરશ્રી દ્વારા ખાસ મંજૂરી લેવડાવી વિધિવત સકર્યુલર પણ કરાવેલ છે. જેથી ચક્ષુદાનની પ્રવળત્તિને વધુ વેગ મળશે.

ઉપરાંત આ ટ્રસ્‍ટ દ્વારા સંસ્‍થાની ઓફિસે - ૧૦, કાંતિ પ્રકાશ, પૂનમ ફર્નિચર, ઢેબર રોડ ખાતે એકયુપ્રેસર સારવાર કેન્‍દ્ર પણ ચલાવવામાં આવે છે.

આ સંસ્‍થાને ડો. ધર્મેશ શાહ, ડો. હેમલ કણસાગરા, ડો. કમલ પરીખ તેમજ પ્રિન્‍સિપાલ કિશોરભાઈ દવેનુ માર્ગદર્શન તથા સહકાર મળતો રહે છે. ઉપરાંત કાર્યાલય મંત્રી પ્રદીપભાઈ પંડયા જનકલ્‍યાણ ટ્રસ્‍ટની ઓફિસનું સંચાલન કરી રહ્યા છે. તસ્‍વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા ઉમેશ મહેતા - ચેરમેન, શ્રીમતી દેવી મહેતા - મેનેજિંગ ટ્રસ્‍ટી, કનુભાઈ પરમાર - ખજાનચી, પ્રદીપભાઈ પંડયા - કાર્યાલય મંત્રી, અતુલ શાહ, રાજુભાઈ ઠાકર, રાજાણીભાઈ, વ્‍યાસભાઈ, ચોટલીયાભાઈ, શર્માભાઈ, પંડયાભાઈ, સંજયભાઇ ગાંગાણી વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:57 PM IST)