હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કંપનીના ડાયરેક્ટરનું નકલી વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી સાયબર ગઠીયાએ ૨૫ લાખ ઉસેડી લીધા
એકાઉન્ટન્ટને ડાયરેક્ટરના નામે મેસેજ આવ્યો-ધીસ ઇઝ માય ન્યુ વ્હોટ્સએપ નંબર, પછી બેક બેલેન્સ જાણી પ્રોજેક્ટ :માટે તત્કાળ ૨૫ લાખ ભરવાના છે કહી ટ્રાન્જેકશન કરાવી લીધું : ૧૫૦ રીંગ રોડ પર રહેતાં સાવનભાઇ ઉછડીયાની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યોઃ ફ્રોડના નાણા ભુવનેશ્વરની ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં જમા થયાઃ પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: શહેરમાં રહેતાં અને વિન્ડો અને ડોર સિસ્ટમ્સ-બારી-બારણાના ક્ષેત્રે કામ કરતી જાણીતી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં યુવાનના નામે બોગસ વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી કંપનીના એકાઉન્ટન્ટ સાથે મેસેજથી વાત કરી પોતે મીટીંગ છે, કંપનીનું બેલેન્સ કેટલુ છે? સહિતના સવાલો પુછી બાદમાં એક પ્રોજેક્ટ માટે તાત્કાલીક નાણા ચુકવવાના છે તેવુ જણાવી સાયબર ગઠીયાએ એકાઉન્ટન્ટ મારફત કંપનીના બે એકાઉન્ટમાંથી ૨૫ લાખ મેળવી લેતાં તપાસ શરૂ થઇ છે. જે બેંક એકાઉન્ટમાં નાણા ગયા તે ભુવનેશ્વરની બ્રાંચનું એકાઉન્ટ હોઇ તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ બીગ બાઝાર પાસે રહેતાં અને એસએયુસી મિનિમલ સિસ્ટમ્સ પ્રા.લિ. કંપનીમાં ડાયરેક્ટર પદે રહેતાં સાવનભાઇ જયંતિલાલ ઉછેડીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી મોબાઇલ નંબરના ધારક, ઇન્ડસઇન્ડ બેંકમાં ખાતુ ધરાવતાં શખ્સ અને તપાસમાં ખુલે તેની સામે ૨૫ લાખની ઠગાઇ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાવનભાઇએ ફરિયામદાં જણાવ્યું છે કે અમારી કંપનીના નાણાકીય લેવડ-દેવડ તથા બેંક ટ્રાન્જેકશન અંગેની જવાબદારી મારી પાસે છે. અમારી કંપનીના નામે એચડીએફસી બેંક તથા આઇસીઆઇસીઆઇ બેંકમાં કરન્ટ એકાઉન્ટ છે. જેમાં મારા મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી રજીસ્ટર છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે હર્ષ જાદવ ફરજ બજાવે છે. નાણાકીય વ્યવહારો સરળ રહે તે માટે તેને ઓફિશીયલ ઇ-મેઇલ અને મોબાઇલ કોમ્યુનિકેશનનો એક્સેસ અપાયો હતો. તા. ૧/૨/૨૬ના રોજ અજાણ્યા મોબાઇલ નંબર પરથી મારા નામે ‘આઇ એમ સાવન જયંતિલાલ ઉછડીયા, ધીસ ઇઝ માય ન્યુ વ્હોટ્સએપ નંબર' એવો વ્હોટ્સએપ મેસેજ કરી અમારી કંપનીના એકાઉન્ટન્ટ હર્ષભાઇ જાદવનો સંપર્ક કરાયો હતો.
ત્યારબાદ તા. ૨/૨/૨૬ના રોજ સવારે પોણા દસેક વાગ્યે ‘આર યુ ઇન ધ કંપની ઓફિસ નાઉ?' એમ મેસેજ કરી આ મેસેજ હું જ કરી રહ્યો છું તેવો એકાઉન્ટન્ટ વિશ્વાસ આપ્યો હતો. બાદમાં આ મેસેજ કરનાર શખ્સે પોતે મિટીંગમાં વ્યસ્ત છે તેમ કહી કંપનીના બેંક બેલેન્સ વિશે માહિતી મેળવી હતી અને તાત્કાલીક પ્રોજેક્ટ માટે ૨૫ લાખનું એડવાન્સ ચુકવણું કરવાનું છે તેમ કહી બેંક ડિટેઇલ મોકલી હતી. જેમાં ઇન્ડસઇન્ડ લેન્ડ બેંકના એકાઉન્ટ નંબર હતાં અને ભુવનેશ્વરની બ્રાંચ હતી. અમારા એકાઉન્ટન્ટને આ મેસેજ મે જ કર્યા છે અને હું જ પૈસા મંગાવી રહ્યો છું તેમ લાગતાં તેણે કંપનીના બંને એકાઉન્ટમાંથી રૂા. ૨૫ લાખ ટ્રાન્સફર કરી તેનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો.
આ પછી મને જાણ થતાં મેં હર્ષભાઇને કહેલું કે વ્હોટ્સએપ નંબર મારો નથી અને મેં કોઇ ટ્રાન્જેકશન કરાવ્યું નથી. આ પછી તપાસ કરતાં અમારી કંપની સાથે સાયબર ફ્રોડ થયાની ખબર પડતાં કંપનીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની કાર્યવાહી થઇ હતી અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી. ત્યારબાદ હવે ગુનો દાખલ કરાવ્યો છે. તેમ વધમુાં સાવનભાઇએ જણાવતાં એએસઆઇ વી. એન. કુછડીયાએ ફરિયાદ દાખલ કરી હતી. વધુ તપાસ પીઆઇ એમ. એ. ઝણકાતે હાથ ધરી છે.










