<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

હોળી પુર્વે પાણીની હોળીઃ રવિવારે સામાકાંઠે અને પશ્ચિમ વિસ્‍તારમાં પાણીકાપ

મનપા દ્વારા GSR સફાઇ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૪,પ,૬,૮,૧૧,૧૩ તથા ૧પ નાં અડધા વિસ્‍તારોમાં પાણી વિતરણ નહિં થાય

રાજકોટ, તા. ર૭ : જી.એસ.આર.ની સફાઇની કામગીરી સબબ રવિવારે વોર્ડ નં. ૪-પાર્ટ, પ-પાર્ટ, ૬-પાર્ટ, ૮-પાર્ટ, ૧૧-પાર્ટ, ૧૩ પાર્ટ ૧પ વિસ્‍તારોમાં  પાણી વિતરત બંધ રહેશે તેમ મનપા તંત્ર  દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્‍ટ યુનીટ દ્વારા નીચે જણાવેલ હેડવર્કસ પરના જી.એસ.આર.ની સફાઇની કામગીરી કરવાની હોવાથી આજી-૩૦ આધારિત વિસ્‍તારોના ૪ પાર્ટ-પ પાર્ટ, ૬ પાર્ટ, ૧પ-પાર્ટ, ચંદ્રેશનગર આધારિત વિસ્‍તારોનાં ૮-પાર્ટ, ૧૧-પાર્ટ, ૧૩ પાર્ટના અડધા વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ કરવામાં આવ્‍યું છે.

કયા વિસ્‍તારમાં અસર

વોર્ડ નં. ૪ માં  રીધી સીધી ,ગાંધી સ્‍મળતિ,મહાકાળી સોસાયટી,શિવમ પાર્ક ૧ થી ૬,ગાંધી સોસાયટી ૧ થી ૫,જય નંદ નગર,વિજય વંત ૧ થી ૩,બેડીપરા (પાર્ટ),બોરીચા સોસાયટી,ત્રિમૂર્તિ ચોક ,સીતારામ રોડ(પાર્ટ),બેચાર મારાજ શેરી,આયસબાપીર રોડ,વાંઢા પીપળ વારી શેરી,કાબા કુંભાર વારી શેરી,નંદ નગર,લંગડા હનુમાન વારી શેરી,ભલા ભરવાડ શેરી,ગંગેશ્વર મહાદેવ મેઈન રોડ,નંદનવન, મીયાનાવાસ,મહાત્‍મા ગાંધી પ્‍લોટ ૧ થી ૧૨,ખોડીયાર પરા ૧ થી ૩,લાતી પ્‍લોટ ૧ થી ૧૭,ધરમ નગર ૧ થી ૪,ભગવતીપરા ૧ થી ૨૨,શાંતિ નગર,શ્રમજીવી સોસાયટી. વોર્ડ નં. પ ના આર્યનગર, બ્રાહ્મણીયાપરા-૧૦ થી ૨૧, ગઢીયાનગર-૨, ન્‍યુ ગાંધી સોસા., કૈલાશધારા સોસા., કેયુંરપાર્ક, મોતીબાગ, નન્‍દુબાગ, ન્‍યુ શક્‍તિ સોસા., રણછોડનગર, રત્‍નદીપ સોસા.(પાર્ટ),  ત્રિવેણી સોસા. વોર્ડ નં. ૬નાં શ્રી રણછોડનગર, ચંપક નગર,  બ્રહમણિયાપરા, શીંગળા પ્‍લોટ, ગઢીયા નગર,શક્‍તી સોસા.(ફાયર બ્રિગેડ),ગીરનારી શેરી,સીતારામ રોડ, સેફી કોલોની,ફકરી પાર્ક,બદ્રી હાઉસ, પાંજળાપોલ,મનહરપરા,બેડીપરા શ્રમજીવી,ચુનારાવાડ,સીતારામ નગર, મયુર નગર,મયુર નગર મફ્‌તીયા પરા,સિલ્‍વરનેસ્‍ટ સોસા.,શક્‍તી ઈન્‍ડસ્‍ટ્રી તથા   વોર્ડ નં. ૧પના આંનદનગર, આજી જી.આઈ.ડી. સી., ભરતનગર, પોલીટેકનીક, આઈ.ટી.આઈ., ખોડીયારપરા સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪૦), આજી વસાહત સંપૂર્ણ (શે.ન.-૧ થી ૬), આંબેડકરનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૪) ,ન્‍યુ સર્વોદય સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૩), અવધપાર્ક સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪), ક્રિષ્‍ના પાર્ક ૧ તથા ૨, સર્વોદય સોસા. સંપૂર્ણ (શે.ન.-૧ થી ૫), રામનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૦), આરાધના સોસા., નવા થોરાળા, ગોકુલપરા, વણકરવાસ સંપૂર્ણ (શે.ન.-૧ થી ૬, કસ્‍તુરબા હરીજનવાસ , વિનોદનગર, કુબલીયાપરા, બાપા સીતારામનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર સંપૂર્ણ (શે.ન.-૧ થી ૧૪), ગંજીવાડા શે.ન.-૧ થી ૧૮, ૪૧, ૪૨, ૪૩, ૬૫, ૬૯, ૭૦, ૭૬ તથા ૭૭, મેરામબાપાની વાડી સંપૂર્ણ (શે.ન.-૧ થી ૪), મનહર સોસા. સંપૂર્ણ (શે.ન.-૧ થી ૭), શિવાજીનગર પાર્ટલી શે.ન.-૧ થી ૧૨ , વર્ધમાન ઇન્‍ડ. તેમજ વોર્ડ નં. ૮ ચંદ્રેશનગર હેડવર્કસ, લક્ષ્મીનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર તેમજ  વોર્ડ નં. ૧૧નાં માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્‍વર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્‍ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્‍કા સોસા.-પાર્ટ, ઉદયનગર-૧, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી), વોર્ડ નં. ૧૩ નાં અલ્‍કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્‍લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્ક નો સમાવેશ થાય છે.

(4:12 PM IST)