હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મવડીના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કાલથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ
રમતગમત સુવિધાઓના કોચિંગ માટે માસીક ઓનલાઇન જોડાઇ શકાશે

રાજકોટ, તા.૨૭: રાજકોટ મહાનગર પાલિકા તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સંયુકત SPV રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ મવડી ખાતે રમત ગમત સુવિધાઓનું કોચિંગ માટે માસિક રજીસ્ટ્રેશન તા. ૨૮ શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc. gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહા નગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે થઇ શકશે. RMC તથા SAG ની સંયુકત SPV રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટસ કોમ્પલેક્ષ મવડી ખાતે આવેલ રમતગમત સુવિધાઓ જેમ કે બાસ્કેટબોલ, બેડમિન્ટન, લોન ટેનિસ, વોલીબોલ, જેવી રમતોની ત્રિમાસિક મેમ્બરશિપ બેંચ જાન્યુઆરી-૨૦૨૬ થી માર્ચ-૨૦૨૬ માટે ખોલવામાં આવેલ, હાલ કોચિંગ બેંચ માટે રજીસ્ટ્રેશન તા.૨૮-ફેબ્રુ.થી શરૂ કરવામાં આવશે અને બેંચની અવધી તા.૦૧માર્ચથી તા.૩૧માર્ચ સુધીનો રહેશે, જેમાં બાસ્કેટબોલ, બેડમિન્ટન, લોનટેનિસ, વોલીબોલ તથા કબડ્ડી જેવી રમતો માટે પ્રથમ વાર નિષ્ણાંત કોચિસ દ્વારા કોચિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઉપરોકત રમતગમતની સુવિધા કોચિંગ બેંચ એક માસ (માર્ચ) માટે ખોલવામાં આવે છે. જેનું રજીસ્ટ્રેશન તા.૨૮/૦૨/૨૦૨૬ શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે થઇ શકશે.










