<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ ઘટનાઃ વિપક્ષી નેતા પર ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

સહદેવસિંહે સિંચાઇ અધિકારીને ઉભા કરીને કહયુ ‘તેણે આની પાસે પ લાખ માંગેલા' મનસુખ સાકરિયા કહે છે મારો અવાજ દબાવવા ખોટો આક્ષેપ

રાજકોટ તા.૨૭: જિલ્લા પંચાયતમાં આજે બજેટ માટેની ખાસ સામાન્‍ય સભા તોફાની બની હતી .લોકશાહીની ગરીમાં ઘટે તે રીતે શાસક અને વિપક્ષી સામસામ આક્ષેપો કરેલ. વિપક્ષે નેતાએ સફાઈ કોન્‍ટ્રાકટની રકમ, અમુક આરોગ્‍ય કર્મચારીઓ પર નશાખોરીનો આરોપ, કચેરીના સ્‍થળાંતર અને મરામતમાં થયેલ ખર્ચનો અહેવાલ આપવામાં વિલંબ વગેરે બાબતે ૧૯ પ્રશ્નો પૂછેલ .ગળહમાં તેની ચર્ચા કરવા દેવામાં આવેલ નહીં .

વિપક્ષી નેતા કોંગ્રેસના મનસુખ સાકરીયાએ ખર્ચની તપાસનો અહેવાલ શા માટે જાહેર કરતા નથી? તેવું પૂછતા ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ  જાડેજા  ઉકળી ઉઠેલ તેમણે મનસુખભાઈને સંબોધીને કહેલ કે તમે દર વખતે પ્રસિદ્ધિ માટે સામાન્‍ય સભામાં વિક્ષેપ કરો છો. તમે પ્રજાને લુટવા આવ્‍યા છો. તમે ભ્રષ્ટાચાર કરો છો. સહદેવસિંહે સિંચાઈ વિભાગના અધિકારી વી જે ગોહેલને ઊભા કરીને જણાવેલ કે મનસુખભાઈ તમે આ અધિકારી પાસે પાંચ લાખ રૂપિયા માંગેલા અને અઢી લાખનો વહીવટ કરેલ.

જોકે મનસુખભાઈએ આક્ષેપને ફગાવી પુરાવા આપવા પડકાર કરેલ. પોતે પ્રજા માટે અવાજ ઉઠાવતા હોવાથી અવાજ બંધ કરવા ભાજપ દ્વારા પોતાને ફસાવવા પ્રયાસ થઇ રહ્યાનો વળતો આક્ષેપ કરેલ. અધિકારી ગોહિલે આક્ષેપ સંદર્ભે કોઈ પણ કહેવાનું ટાળેલો તેમણે પત્રકારોને કહેલ કે મારે જે કંઈ કહેવું હશે તે યોગ્‍ય જગ્‍યાએ કહીશ જાહેર નિવેદન કરવા માગતો નથી

વિપક્ષી નેતા અને ભાજપના સભ્‍યએ સામસામે આક્ષેપો કરતા ગળહમાં ધમાલ મચી ગઈ હતી  સામાન્‍ય સભામાં વિપક્ષી નેતા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હોય તેવો આ કદાચ પ્રથમ બનાવ છે.

સામાન્‍ય સભા બાદ સહદેવસિંહે જણાવેલ કે વિપક્ષી નેતાએ શાંતિરથમાં પણ ખોટું કરે છે તેમના ભ્રષ્ટાચારની ફરિયાદો અંગે હું ડીડીઓને લેખિત રજૂઆત કરીશ.

(3:27 PM IST)