હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જિલ્લા પંચાયતમાં ૧૧૯૩ કરોડના બજેટને બહાલીઃ ભ્રષ્ટાચાર મુદે બઘડાટી
વર્તમાન શાસકોની અંતિમ સામાન્ય સભામાં સામસામા કડવા સંવાદો અને વરવા દ્રશ્યોઃ વિપક્ષને રોકવા પ્રશ્નોતરીનો સમય ટુંકાવાયોઃ સાકરિયાનો વોકઆઉટ સફાઇનો કોન્ટ્રાકટ, કચેરી સ્થળાંતર ખર્ચનો વિવાદ વગેરેની ચર્ચા જ ન થઇઃ એક તબક્કે પ્રમુખે પ્રશ્નોતરી રદ કરવાની ચીમકી આપી

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંચ પર પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુ ડાંગર, કારોબારી અધ્યક્ષ પી.જી. કયાડા, ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, ડે.ડી.ડી.ઓ. જય ગોસ્વામી હાજર રહેલ. બીજી તસ્વીર સભ્યો અને શાખા અધિકારીઓની છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૨૭: જિલ્લા પંચાયતના નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટને બહાલી આપવા આજે સવારે ખાસ સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીની અધ્યક્ષતામાં મળેલ જેમાં શાસક અને વિપક્ષે સામસામા ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ગરમાવો આવી ગયો હતો. એક તબક્કે પ્રમુખે પ્રશ્નોતરી રદ કરવાની ચીમકી આપેલ. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરિયા અને શાસક ભાજપના સહદેવસિંહ જાડેજા વચ્ચે જામી પડી હતી. થોડો સમય માટે ગૃહમાં ગોકીરો થઇ ગયો હતો. પ્રશ્નોતરી માટે ૧ કલાક સમય ફાળવેલ પણ વિપક્ષના પ્રશ્નોની ચર્ચા રોકવા વ્યુહાત્મક રીતે પ્રશ્નોતરી કાળ ટુંકાવી દેવાયો હતો. વર્તમાન શાસકોના સમયની છેલ્લી સામાન્ય સભામાં વિદાયમાનના માહોલના બદલે લોકશાહીની ગરીમા ઘટાડે તેવો માહોલ સર્જાયો હતો.
ભાજપમાં જોડાયેલા મૂળ કોંગ્રેસના સભ્ય અર્જુન ખાટરિયાની દરખાસ્ત મુજબ ભાજપના બે સભ્યો પી.જી. કયાડા અને વિરલ પનારાના પ્રશ્નોની ચર્ચા પછી પ્રશ્નોતરી ટુંકાવી દેવાના વિપક્ષી નેતા મનસુખ સાકરિયા ઉકળી ઉઠયા હતા. તેમને લેખિત જવાબો આપ્યાનું આશ્વાસન અપાયેલ. સામસામી ગરમાગરમીમાં આક્ષેપો વચ્ચે બજેટની ચર્ચા શરૂ કરવામાં આવતા વિપક્ષી નેતા સભાગૃહ છોડી બહાર નીકળી ગયા હતા.
જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત ખાતે મળી જેમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેનશ્રી પી.જી.કયાડા, સમિતિનાં ચેરમેનશ્રીઓ,સદસ્યશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, તમામ શાખાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઠરાવો
૧૫મા નાણાપંચ જિલ્લા કક્ષાના વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૨-૨૩ના રદ્દ કરવાના કામો સામે લેવાના નવા કામો, પૂર્ણ થયેલ કામો સામેની બચત રકમ તેમજ નાણાપંચની ગ્રાન્ટ સિલક પર થઈ આવેલ વ્યાજની રકમમાંથી લેવાના કામોનું આયોજન કરી વિકાસ કમીશનરશ્રીની કચેરીમા મંજુરી અર્થે મોકલવામા આવ્યુ. જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાંટ સને ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫માં સુચવેલ કામોની સૈદ્ધાંતિક/વહીવટી મંજૂરી આપેલ કામો પૂર્ણ કરવા માટે તા.૩૧/૦૩/૨૦૨૬ સુધીનો મુદ્દત વધારો મંજુર કરવામા આવ્યો. જિલ્લા પંચાયત રાજકોટ માટે સાફ-સફાઈની સેવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યુ. જિલ્લા પંચાયત રાજકોટની સ્વભંડોળ યોજનાનો માહેઃ ડિસેમ્બર-૨૦૨૫ અંતિત પ્રગતિ અહેવાલ મંજુર કરવામા આવ્યો. જિલ્લા પંચાયત રાજકોટની ખાસ સામાન્ય સભા નિમિતે પ્રથમવાર પ્રમુખશ્રી નિવાસ સ્થાને મહારક્ત દાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના પ્રાકળતિક ખેતીના પ્રોત્સાહન અભિગમને ખરા અર્થમા સાકાર કરતા રાજકોટ જિલ્લામા પ્રાકળતિક ખેતી કરતા ખેડુતો માટે આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રાકૃતિક વેચાણ કેંદ્ર શરૂ કરવામા આવેલ છે જેનાથી આ ખેડુતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય પ્લેટફોર્મ સાથે પોતાની મહેનતનુ વળતર મળી રહેશે તથા ગ્રાહકોને શુધ્ધ અને ઓર્ગેનીક શાકભાજી અને ફળો મળી રહેશે જે બદલ ડીડીઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ તથા ગુજરાત પ્રાકળતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગની ટીમને અભિનંદન પાઠવતો ઠરાવ કરવામા આવ્યો હતો. પાણી વેરા વસુલાત બાબતે અભિનંદન ઠરાવ કરાયેલ. ઓક્ટ્રોય ગ્રાંટ વધારાના તફાવતની રકમ ફાળવવા બાબતે અભિનંદન કરાયેલ હતા. ખાસ સામાન્ય સભામા રાજકોટ જિલ્લાના કુલ ૧૧ તાલુકામાથી પાણીવેરા પ્રોત્સાહક યોજના અન્વયે મંજુર થયેલ કુલ ૬૨ ગામની પસંદગી થયેલ છે તેમના સરપંચશ્રીઓને એવોર્ડ વિતરણ કરવામા આવ્યુ.
પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીએ કહયુ કે, રાજકોટ જિલ્લા પંચાયતનું સનેઃ ૨૦૨૫-૨૬ના વર્ષનું સુધારેલ તેમજ સનેઃ ૨૦૨૬-૨૭ના વર્ષનું અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામા આવી જેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
ગ્રામ્ય પ્રજા ઉપર કોઇપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી. રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકારશ્રી તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઇની રકમો જિલ્લાનાં પ્રજાજનોનાં કલ્યાણ/ઉત્કર્ષ/ પ્રગતિ માટે વપરાય તેવી અભ્યાર્થના સાથે સામાન્ય સભા સમક્ષ આ બજેટ રજુ કરૂં છું. રાજકોટ જિલ્લા પંચાયતનું ૨૦૨૬-૨૭નુ અંદાજપત્રમાં કુલ ૧૧૯૩.૬૮ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જે પૈકી સ્વભંડોળમા રૂ. ૨૬.૦૦ કરોડની, રાજય સરકાર તરફથી મળતા અનુદાનમાં રૂ. ૧૧૪૪.૧૩ કરોડની અને દેવા વિભાગનું રૂ. ૨૩.૫૪ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
દેશના પ્રધાનમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશોને અનુસરીને, આ વર્ષના અંદાજપત્રમાં પ્રાકળતિક ખેતીના સંવર્ધન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત, પ્રત્યેક તાલુકા દીઠ એક વેચાણ કેન્દ્રની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી છે. તદુપરાંત, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત પ્રાચીન સ્મારકો તથા સ્થાપત્યોના સંરક્ષણ, મરામત અને નવીનીકરણ હેતુ પણ અંદાજપત્રમાં વિશેષ ફાળવણી કરવામાં આવી છે. પ્રમુખે અઢી વર્ષના કાર્યકાળના સહયોગીયોનો આભાર માન્યો હતો.
પ્રાકળતિક ખેતીને પ્રોત્સાહન આપવાના અભિયાનના ભાગ રૂપે જિલ્લા તથા તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્રો બનાવવા માટે ૬૦ લાખની જોગવાઈ કરવામા આવે છે. વિકાસનાં કામો માટે સદસ્ય દીઠ ૩૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.(૨.૧૬)
સામાન્ય સભામાં સંસદ સભ્ય રૂપાલા હાજર
રાજકોટઃ જિલ્લા પંચાયતની આજની ખાસ સામાન્ય સભામાં પ્રથમ વખત સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા હાજર રહેલ. તેમણે ગ્રામીણ વિકાસની પ્રવૃતિને બીરદાવી હતી










