<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

સર્વાઈકલ કેન્‍સર ફ્રી ઈન્‍ડિયા રસીકરણ અભિયાનનો રાજ્‍યવ્‍યાપી પ્રારંભ થશે

ગર્ભાશયના મુખના કેન્‍સર વિરોધી રસીકરણનો પ્રારંભ અજમેરથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગાંધીનગરથી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ કરાવશે : શહેરી વિસ્‍તારમાં અંદાજિત ૧૨,૧૯૯ કિશોરીઓને એચપીવી વેક્‍સિન અપાશેઃ દરેક વિસ્‍તારમાં મનપા તંત્ર દ્વારા સર્વે ચાલુ

રાજકોટ તા. ર૭ :.. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તા.૨૮મીનાં અજમેર ખાતે ગર્ભાશયના મુખના કેન્‍સર વિરોધી એચપીવી રસીનો રાષ્‍ટ્રવ્‍યાપી શુભારંભ કરશે. તે અનુસંધાને ગુજરાતમાં પણ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.

મહિલાઓને સર્વાઈકલ કેન્‍સર સામે રક્ષણ આપવા માટે રાજ્‍યની ૧  માર્ચ ર૦૧૧ થી ૨૯/ ફેબ્રુઆરી ના સમયગાળા મુજબ ૧૪ વર્ષની દીકરીઓનું રસીકરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં અંદાજિત ૧૨,૧૯૯ કિશોરીઓને એચપીવી વેક્‍સિન આપવામાં આવશે, જેથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં ગર્ભાશયના મુખના કેન્‍સર સામે મજબૂત સુરક્ષા કવચ ઊભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એચપીવીરસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્‍ટ્રેટેજિક એક્‍શન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે, જેમાં લાભાર્થીઓની ઓળખ - ૧૪ વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનો હેડ કાઉન્‍ટ સર્વે કરી યાદી તૈયાર કરાશે. ટેકો અને સીટીએસ મુજબના અંદાજિત લક્ષ્યાંકની હેડ કાઉન્‍ટ સાથે વેરિફિકેશન કરવામાં આવશે.

શાળા બહારની કિશોરીઓનું રસીકરણ ૩ મહિના સુધી સંબંધિત શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો (કોલ્‍ડ ચેઈન પોઈન્‍ટ)ખાતેકરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદીઆરોગ્‍ય વિભાગને આપવામાં આવશે. ખાનગી શાળાઓને પૂર્વ સૂચના આપી અભિયાનમાં જોડાશે. રાજકોટ કોર્પોરેશન આરોગ્‍ય અધિકારી સાથે સંકલન કરીઆયોજન મુજબ કામગીરી થશે. પેરેન્‍ટ-ટીચર મિટિંગ દરેક શાળામાં ખાસ પીટીએમનું આયોજન કરાશે, આરોગ્‍ય કર્મચારી, નોડલ શિક્ષક દ્વારારસીકરણ પૂર્વે અને રસી અંગે જાગળતિ કાર્યક્રમો કરાશે. પ્રવળત્તિઓ - સર્વાઇકલ કેન્‍સર અને રસી અંગે પોસ્‍ટર, બેનર, પેમ્‍ફલેટ અને માઇક પ્રચાર દ્વારા વ્‍યાપક જનજાગળતિ, સોશિયલ મીડિયા અને સ્‍થાનિક મીડિયા દ્વારા પણ માહિતી પ્રસાર કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વસ્‍થ દીકરી સુરક્ષિત ભવિષ્‍ય અંતર્ગત ૧૪ વર્ષની દીકરીઓને રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્‍સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના આગેવાનોને સહકાર આપવા રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારના આરોગ્‍ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. તેમ મનપાના આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્‍યું હતું. 

(4:11 PM IST)