<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ગુજરાત બાર એસોશિએશનની ચુંટણીઃ અમૃતા ભારદ્વાજ- સી.એચ.પટેલના મધ્‍યસ્‍થ કાર્યાલયનો દબદબાભેર શુભારંભ

રાજકોટના અલગ અલગ તમામ બારના હોદેદારો, સભ્‍યો, સિનિયર, જુનીયર, મહિલા વકીલો સ્‍વયંભુ ઉમટી પડયાઃ વકીલોની જંગી હાજરી

રાજકોટઃ ગુજરાત બાર એસોશીએશનની ચુંટણીના પડઘમ વાગી ચુક્‍યા છે ભાજપ લીગલ સેલ સમર્પિત બે હોદ્દા ઉપર ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં અમૃતા અભયકુમાર ભારદ્વાજ અને સી.એચ.પટેલ એ ઉમેદવારી નોંધાવેલ છે ત્‍યારે આ મધ્‍યસ્‍થ કાર્યાલયનું તા.૨૩ના રોજ ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું, જેમાં ભાજપ આગેવાનો, સીનિયર, જુનીયર, મહીલા વકીલો ખુબ મોટી સંખ્‍યામાં સ્‍વયંભુ રીતે ઉમટી પડ્‍યા હતા.

ગુજરાત બાર એસોશીએશનની ચુંટણીમાં ભાજપ લીગલ સેલ દ્વારા બે હોદ્દાઓ ઉપર સમરસ પેનલ બનાવીને ઉમેદવારો ઉતાર્યા છે, ચુંટણીને લગતી કામગીરી માટે જરૂરી એવા સંપર્ક સુત્ર માટે રાજકોટના ભુતપૂર્વ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના કાર્યાલય ખાતે સમરસ પેનલના મધ્‍યસ્‍થ કાર્યાલયનું તા. ૨૩-૦૨-૨૦૨૬ ના રોજ ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું

આ તકે તમામ ઉમેદવારોને સમર્થન આપવા માટે રાજકોટ ભાજપ આગેવાનો, ધારાસભ્‍યોએ, લીગલ સેલના હોદેદારો ભૂતપૂર્વ રાજકોટ બારના પ્રમુખ, સેક્રેટરી સહિતની આખી કારોબારી સમિતિ, રાજકોટના વકીલોના અલગ અલગ સંગઠનોના હોદેદારો વિગેરે એ શુભેચ્‍છાઓ પાઠવી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.

આ ઉદ્ધાટન સમારોહમાં પોતાના આશીર્વચન સાથે વક્‍તવ્‍ય આપતા મુરબ્‍બી શ્રી તુલસીદાસ ગોંડલિયાએ જણાવ્‍યુ હતું કે, રાજકોટના વકીલો ખુબજ શાણા છે, આપણી સંસ્‍કૃતિમા આમ પણ કહેવાય જ છે કે, કન્‍યાદાન અને મતદાન તો ખાનદાન જોઇને જ કરવા જોઈએ, જેથી હું આશા રાખું છું કે, રાજકોટના વકીલો સમજી વિચારીને મતદાન કરશે.

આ તકે હાલમાં રાજકોટ બારના ભૂતપુર્વ પ્રમુખ એવા લલિતસિહ શાહીએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યુ હતું કે, ભૂતપૂર્વ હોદેદારોએ વકીલોના હિતમાં અથાગ પ્રયત્‍નો કરીને નવા કોર્ટ બિલ્‍ડીંગ સાથે જરૂરી વધારાની સુવિધા માટે કરોડો રૂપીયાની ગ્રાન્‍ટ મંજુર કરાવેલી છે ત્‍યારે હાલની બોડીએ કરેલા કાર્યોને હવે પછી આ બંને ઉમેદવારો ચૂંટાયને આવે અને આગળ ધપાવે તેવી ભાવના પ્રગટ કરી હતી સાથે નવી ટીમને જ્‍યાં પણ જરૂર પડે ત્‍યાં હાલની ટીમ હમેંશા સહકાર પૂરો પડશે, સાથે નવી ટીમને ભવ્‍ય લીડથી જીતના આશીર્વાદ આપ્‍યા હતા.

આ તકે રાજકોટ ભાજપ લીગલ સેલ કન્‍વીનર પિયુષભાઈ શાહ એ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી અને સૌને સાથે લઈને ચાલતી સમરસ પેનલ ના તમામ ઉમેદવારોને બહુમતિથી જીત મળે તે માટે મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને દેશના યશસ્‍વી વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સૌનો સાથ, સૌનો વિકાસની નીતિને અનુસરીને હાલની આ ટીમ ચાલવાની નેમ ધરાવે છે ત્‍યારે ખુઈબ મોટી લીડ થી જીત મડશે તેઓ આશાવાદ વ્‍યકત કર્યો હતો.

આ તકે ભાજપ પ્રેરિત કમલેશભાઈ શાહ એ પોતાનું પ્રવચન આપતા જણાવ્‍યુ હતું કે, હાલમાં કામ કરી રહેલ આ બોડીના ગણ માન્‍ય સિનિયર વકીલશ્રીઓ એ પ્રમુખ લલિતસિહ શાહી, સેક્રેટરી દિલીપભાઇ જોશી સહિતની આખી ટીમે ખુબજ અથાગ પ્રયત્‍નો થકી નવી કોર્ટ બિલ્‍ડિંગના પરિસરમાં માળખાકીય સુવિધા માટે બને તેટલી વધુમાં વધુ સુવિધાઓ આપી છે ત્‍યારે તેમને શરૂ કરેલ આ વિકાસ ગાથાને નવી ટીમ ચોક્કસથી આગળ ધપાવશે સાથે હાલની નવી ટીમમાં વકીલાત ક્ષેત્રે અલગ અલગ વિષયોમાં કાર્ય કરતાં વકીલોનો સમાવેશ કરવામાં આવેલો છે ત્‍યારે દરેક ક્ષેત્રોના વકીલોના પ્રશનો ને નવી ટીમ યોગ્‍ય વાચા આપશે જેની આ બંને ઉમેદવારો ચૂંટાઈને આવે અને અધૂરા કામો પૂરા કરે તેવી શુભેચ્‍છા પાઠવું છું.આ તકે ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા એ બંને ઉમેદવારોને વિજેતા બનવા શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ મહા મંત્રીઓ વિરેન્‍દ્રસિહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, માધવભાઈ દવે, રાજકોટ બાર ના પ્રમુખ શ્રી લલિતસિહ શાહી, સેક્રેટરી દિલીપભાઇ જોશી સહિત ની તમામ કારોબારીના સભ્‍યો, પ્રદેશ ભાજપ લીગલ સેલ કારોબારી સભ્‍ય કિશોરભાઇ સખીયા, શહેર ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઈ શાહ તથા સહસંયોજક કમલેશભાઈ ડોડીયા, રાજકોટ માર્કેટિગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, શહેર યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ટીલવા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર નેહલભાઈ શુક્‍લા, ભાજપ લીગલ સેલના પૂર્વ સંયોજક અંશભાઇ ભારદ્વાજ, પૂર્વ સહ સયોજક સી. એચ. પટેલ, ભાજપ વોર્ડ નં. ૧૧ પ્રભારી તથા એડવોકેટ પરેશભાઈ ઠાકર તથા રાજકોટના ગણમાન્‍ય તથા રાજકોટના વકીલો પણ જેમને માનપુર્વક જોવે છે તેવા સીનીયર વકીલો સર્વશ્રી ગીરીશભાઇ ભટ્ટ, મહર્ષિભાઈ પંડ્‍યા, પ્રવીણભાઈ કોટેચા, મધુભાઈ ખંધાર, જે. ટી. ફળદુ, એ. જી. મોદન, દેવેન્‍દ્રભાઈ પટેલ, છગનભાઈ તાળા, એન. જે. પટેલ, બી. એમ. પટેલ, જી. એલ. રામાણી, જે. એફ઼ રાણા, ડી.જી.પી. એસ. કે. વોરા, એ. પી. પી. મુકેશભાઇ પીપળીયા, તરુણભાઈ માથુર, રક્ષિતભાઇ કલોલા, આબિદભાઈ સોસન, અનિલભાઈ ગોગીયા, રાજકોટ ક્રિમીનલ બારના પ્રમુખ એન. ડી. ચાવડા તથા તેમની ટીમ મહિલા બારના મહિલા વકીલ સભ્‍યો, રેવન્‍યુ બારના પ્રમુખ રમેશભાઈ કથીરિયા તથા તમામ મિત્રો, રેવન્‍યુ પ્રેકટીશનર એસોશીએશનના પ્રમુખ એન. જે. પટેલ તથા અન્‍ય હોદ્દેદારો, કલેઈમ બારના પ્રમુખ મનીષભાઈ ખખ્‍ખર તથા સમગ્ર ટીમ, કન્‍ઝ્‍યુમર બાર એસો. ના પ્રમુખ ગજેન્‍દ્રભાઈ જાની તથા અન્‍ય વકીલ મિત્રો, વોઇસ ઓફ લોયર્સ તથા લોયર્સ સ્‍પોર્ટ્‍સ ફાઉન્‍ડેશનના પરેશભાઈ મારૂ, ભગીરથસિહ ડોડીયા, ઇન્‍દ્રસિહ ઝાલા, બિમલભાઈ જાની, વિશાલભાઈ ગોસાઈ તથા તેમની ટીમ, જુનિયર બાર એસો. ના કે. બી. જાડેજા, ચંદ્રસિહ તલાટીયા તથા મિત્રો, લેબર બારના પ્રમુખ સુનીલભાઈ વાઢેર તથા અન્‍ય મિત્રો, જી. એસ. ટી. બારના પ્રમુખ મનીષભાઈ સોજીત્રા તથા અન્‍યો, ઇન્‍કમટેક્‍સ બારના પ્રમુખ રણજીતભાઈ લાલચંદાણી સાથે અન્‍ય અગ્રણીઓ, સહિતના તમામ અલગ અલગ એસોશીએશન, સંગઠનોના હોદ્દેદાર તથા સભ્‍ય વકીલ મિત્રો, સંજયભાઈ વ્‍યાસ, નરેન્‍દ્રભાઈ બુસા, પુર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ, મહિલા એડવોકેટ રંજનબા રાણા, અલ્‍કાબેન પંડ્‍યા, રમાબેન ગુપ્તા, મિતાબેન રાવ, ચેતનાબેન કાછડિયા, અંજનાબેન ખૂંટ, મેઘાવીબેન ગજ્જર, રેખાબેન તુવર, મીનાક્ષીબેન ત્રિવેદી. ઉષાબા જાડેજા, જાગૃતિબેન કેલૈયા, સોનલબેન ગોંડલિયા, પ્રતિક્ષાબેન પાડધાર, રાજવીબેન દોંગા, હર્ષાબેન પંડયા, બિદિયાબેન ઘોડાસરા, સરોજબેન રૂપાપરા, દક્ષાબેન પરમાર, કલ્‍પનાબેન ખોલીયા, પૂનમબેન પટેલ, નેહાબેન જોષી, મૌલીકભાઈ ફળદુ, અજયભાઈ જોશી, અશ્વિનભાઈ ગોસાઇ, નિતેશભાઇ કથીરિયા, જીતુભાઈ પારેખ, હેમાંશુભાઈ પારેખ, હર્શિલ શાહ, પારસભાઈ શેઠ, મોહિત ઠાકર, નિવિદ પારેખ, મિલન જોષી, અશ્વિનભાઈ મહાલીયા, જીગ્નેશ સભાડ, વિશાલ સોલંકી, અભિષેક શુક્‍લ, અશ્વિનભાઈ પાડલિયા, રાહુલભાઈ મકવાણા, રવિરાજાસિહ રાઠોડ, ભાર્ગવ બોડા, હસુભાઈ ગોહેલ, મયુરભાઈ ગોંડલિયા, જયપાલસિહ સોલંકી, ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમ ની તમામ વ્‍યવસ્‍થા પિયુષભાઈ શાહ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન કમલેશભાઈ ડોડીયા તથા આભાર વિધિ રક્ષિતભાઇ કલોલાએ કરી હતી.


 

 સમરસ પેનલના કાર્યાલયનું ભવ્‍ય ઉદઘાટનઃ સહુનો આભાર વ્‍યકત કરતાં દેસાઈ, સખીયા, શાહ, ડોડીયા

રાજકોટઃગત તા.૨૩ના રોજ ખાતે ભુતપૂર્વ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના કાર્યાલય ખાતે મધ્‍યસ્‍થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ખુબ મોટી સંખ્‍યામાં હાજર રહી કાર્યકર્મને ભવ્‍ય રીતે સફળ બનાવવા બદલ રાજકોટના અલગ અલગ તમામ બારના હોદેદારો, સિનિયર વકીલો, જુનિયર વકીલો તથા મહિલા વકીલશ્રીઓ, ભાજપના હોદેદારો, ધારાસભ્‍યો, રાજકોટના તમામ મીડિયા પ્રતિનિધિઓ, પત્રકારો, ફોટોગ્રાફરો નો પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્‍ય કિશોરભાઇ સખીયા, શહેર ભાજપ લીગલ સેલ કન્‍વીનર પિયુષભાઈ શાહ, સહ કન્‍વીનર કામેશભાઇ ડોડિયાએ આભાર વ્‍યકત કર્યો છે.

(3:40 PM IST)