<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

૪ મહિનામાં પકડાયેલા ૧ાા કરોડના દારૂ-બીયરના જથ્‍થા ઉપર શહેર પોલીસે બૂલડોઝર ફેરવી દીધું

કુલ ૨૩૮ કેસમાં સોૈથી વધુ દારૂ ડીસીબીએ ૧.૭ કરોડનો પકડયો હતોઃ બીજા ક્રમે ઝોન-૨

રાજકોટઃ દારૂબંધી ધરાવતાં ગુજરાત રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે દારૂ-બીયરનો જથ્‍થો રાજ્‍યભરમાં અલગ અલગ પોલીસ સ્‍ટેશન દ્વારા પકડાવામાં આવે પછી તેને મુદ્દામાલ તરીકે જપ્‍ત કરીને રાખવામાં આવે છે અને સમયાંતરે તેનો નાશ કરવામાં આવે છે. રાજકોટ શહેર પોલીસે વધુ એક વખત આવા જથ્‍થાનો આજે નાશ કર્યો છે. છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ પોલીસ સ્‍ટેશન અને બ્રાંચ દ્વારા કુલ ૨૩૮ કેસ કરી રૂા. ૧,૫૬,૫૫,૯૮૩નો દારૂ-બીયર જપ્‍ત કર્યો હતો. આ જથ્‍થા ઉપર આજે બૂલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ગૃહવિભાગના ઠરાવ મુજબ શહેર વિસ્‍તારમાં ઓક્‍ટોબર-૨૦૨૫થી જાન્‍યુઆરી-૨૦૨૬ સુધીના ગાળામાં પકડાયેલા દારૂ-બીયરના જથ્‍થાનો નાશ કરવા કોર્ટમાંથી હુકમ થતાં શહેર પોલીસદ્વારા સમિતીની રચના કરવામાં આવી હતી. બાદમાં તમામ પોલીસ સ્‍ટેશનો, બ્રાંચ દ્વારા જપ્‍ત થયેલા દારૂ-બીયરનો જથ્‍થો કુવાડવા રોડ નાકરાવાડી પાસે સોખડાના રસ્‍તે સરકારી ખરાબામાં લઇ જઇ તેના પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું. જાણવા મળ્‍યા મુજબ ઝોન-૧ પોલીસ સ્‍ટેશન, એલસીબી બ્રાંચ દ્વારા ૬૮ કેસમાં ૧૦૦૦૫ બોટલો રૂા. ૩૨,૩૯,૭૩૨ની પકડવામાં આવી હતી. ઝોન-૨ હેઠળના પોલીસ સ્‍ટેશનો, બ્રાંચ દ્વારા ૧૨૬ કેસમાં ૫૧૧૨ બોટલો રૂા. ૧૬,૯૩,૮૬૭ની જપ્‍ત થઇ હતી. તેમજ ડીસીબી દ્વારા ૪૪ કેસમાં રૂા. ૧,૦૭,૨૨,૩૮૪ની ૨૭૬૦૯ બોટલો-ટીન કબ્‍જે થયા હતાં. આ તમામ ૨૩૮ કેસમાં ૪૨૮૨૬ બોટલ દારૂ-બીયરના ટીન કે રૂા. ૧,૫૬,૫૫,૯૮૩ના મુદ્દામાલ ઉપર બૂલડોઝર ફેરવી દેવાયુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસીપી વી. બી. જાડેજા, એસીપી બી. જે. ચોૈધરી, એસીપી બી. વી. જાધવ, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં થઇ હતી. જે તસ્‍વીરોમાં જોઇ શકાય છે

(3:50 PM IST)