<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ગોંડલ રોડ આંબેડકરનગરના યુવાન દિપક ચોૈહાણનું જુનાગઢમાં અકસ્‍માતમાં મોત

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૧માં રહેતો દિપકભાઇ કાનજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭) ગઇકાલે સવારે નવેક વાગ્‍યે જુનાગઢમાં ઝાંઝરડા રોડ ચોકી પાસે હતો ત્‍યારે વાહન અકસ્‍માતમાં ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ દિપકભાઇ ગઇકાલે કોઇ કામ સબબ જુનાગઢ ગયો હતો ત્‍યારે ત્‍યાં ઝાંઝરડા રોડ પર અકસ્‍માતમાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. અહિ આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર દિપકભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં જુનાગઢ બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:53 PM IST)