હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યારીમાં સૌની યોજનાનું નર્મદાનીર એકાએક બંધ
૨૫ ફૂટની ઉંડાઈના ન્યારી-૧ ડેમની સપાટી હાલ ૨૦.૩૪ ફૂટ થઇ

રાજકોટ ,તા.૨૭: શહેરમાં ઉનાળામાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાય રહે તે માટે ઉનાળા પૂર્વે આજી-૧ અને ન્યારી-૧ ડેમને સૌની યોજનાના નર્મદનીરથી છલોછલ ભરી દેવાશે તેવી જાહેરાત કરાઇ હતી. દરમિયાન આજી ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો હતો એન્ડ ત્યારબાદ ન્યારી-૧ ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ કર્યું હતું પરંતુ ન્યારી ડેમ પૂર્ણ સપાટી સુધી ભરાય તે પૂર્વે જ એકાએક નર્મદાનીર બંધ કરાયું છે અને હજુ એકાદ સપ્તાહ સુધી બંધ રહેશે તેમ જાણવા મળે છે. મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કુલ ૨૫ ફૂટની ઉંડાઈના ન્યારી-૧ ડેમની સપાટી હાલ ૨૦.૩૪ ફૂટ થઇ હતી ત્યાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરાયું હતું. સંભવતઃ ટેકનિકલ કારણોસર બંધ થયાનું અનુમાન છે. હવે ધૂળેટી બાદ ફરી પાણી ઠાલવવાનું શરૂ કરાય તેવી શકયતા છે. હાલ ઉપલબ્ધ જથ્થામાંથી વિતરણ કરાય રહ્યું છે. ઉનાળામાં જળ માંગ તેમજ લાઇન લોસમાં વધારો થતા ઉપાડ વધારાયો છે. વ્હેલી તકે ફરી નર્મદાનીર મળતું થાય તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવનાર છે










