હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
શાપરમાં બૂલેટની ઠોકરે ચડતાં કામે જઇ રહેલા મનસુખભાઇ દવેરાનું મોત
બૂલેટ ચાલક રાજદિપભાઇને પણ ઇજાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળમાં રહેતાં મુળ વેજાગામ ગોંડલના મનસુખભાઇ માલાભાઇ દવેરા (ઉ.વ.૫૭) ચાલીને કામે જતાં હતાં ત્યારે શાપરના ગંગા ગેઇટ પાસે બૂલેટની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. બૂલેટના ચાલક શાપર આદર્શ સોસાયટીના રાજદિપભાઇ મંગાભાઇ સોંદરવા (ઉ.વ.૩૨)ને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ મનસુખભાઇ દવેરા કારખાનામાં કામ કરતાં હોઇ ઘરેથી સવારે કામે જવા ચાલીને નીકળ્યા ત્યારે બૂલેટની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. બૂલેટ ચાલક રાજદિપભાઇને પણ ઇજા થઇ હોઇ દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. તે કંપનીમાં નોકરી કરે છે. ત્યાંથી ઘરે જતો હતો ત્યારે અકસ્માત નડયો હતો
(4:11 PM IST)










