હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રૈયાધાર શાંતિનગરમાં ક્રિષ્નાબેન ગોસાઇનો ફાંસો ખાઇ આપઘાતઃ વ્યાજખોરી કારણભૂત
ડ્રાઇવીંગ કામ કરતાં પતિને મદદરૂપ થતાં પરિણીતા પોતે રસોઇ કામ કરવા જતાં હતાં: વ્યાજ મામલે ધમકી મળતી હોવાનો આક્ષેપઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: વ્યાજખોરીમાં ફસાઇ જતાં વધુ એક પરિવારના સદસ્ય આત્મહત્યા કરવા મજબૂર થયા છે. રૈયાધાર શાંતિનગર ગેઇટમાં એપાર્ટમેન્ટમાં રહેતાં એક મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. વ્યાજની ઉઘરાણી માટે હેરાનગતી હોવાનો આક્ષેપ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ શાંતિનગર ગેઇટમાં આવેલા શ્યામલ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતાં ક્રિષ્નાબેન અર્પિતભાઇ ગોસાઇ (ઉ.વ.૪૩) નામના મહિલાએ સવારે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
આપઘાત કરનારા ક્રિષ્નાબેનના પતિ અર્પિતભાઇ ગોસાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પતિ સવારે ઘરે નહોતાં. પાડોશીએ દરવાજો મોડે સુધી બંધ જોતાં ખખડાવવા છતાં નહિ ખોલાતાં બીજા લોકોને એકઠા કરી દરવાજો તોડીને જોતાં અંદર ક્રિષ્નાબેન લટકતાં મળતાં ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશના હેડકોન્સ. યુવરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ક્રિષ્નાબેન ઘરમાં મદદરૂપ થવા માટે રસોઇ કામ અને વૃધ્ધાઓને માલીશ કરવાનું કામ કરતાં હતાં. કોરોના કાળમાં પતિને દેણુ થઇ જતાં સાસુએ મકાન વેંચી દેણું ભર્યુ હતું. પણ હાલમાં ફરીથી દેણુ થઇ જતાં અને વ્યાજ ચડી જતાં વ્યાજખોરો ઘરે આવી ધમકી આપતાં હોઇ કંટાળી જઇ ક્રિષ્નાબેને પગલુ ભર્યુ હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (










