<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

કેરલથી સોૈરાષ્‍ટ્રના ધાર્મિક સ્‍થળોની યાત્રા માટે આવેલા વૃધ્‍ધનું ચોટીલામાં હૃદય બેસી જતાં મૃત્‍યુ

રાજકોટમાં દમ તોડયોઃ વૃધ્‍ધ સાથે તેમના પત્‍નિ અને બીજા ચાલીસેક યાત્રાળુઓ પણ હતાં

રાજકોટ તા. ૨૮: જિંદગીની સફર ગમે ત્‍યારે અને ગમે ત્‍યાં તેમજ ગમે તે રીતે ખતમ થઇ જતી હોય છે. આવી જ એક ઘટના કેરલના વૃધ્‍ધ યાત્રી સાથે બની છે.

ધર્મપત્‍નિ તથા બીજા ચાલીસેક હમવતનીઓ સાથે સોૈરાષ્‍ટ્રના ધાર્મિક સ્‍થળોની યાત્રાએ આવેલા વૃધ્‍ધનું ચોટીલા ખાતે હૃદય રોગનો હુમલો આવતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કેરલ વલપદ ખાતે રહેતાં બાલચંદ્રન શનકરણ ઇગુર (ઉ.વ.૭૬) ગત સાંજે આઠેક વાગ્‍યે ચોટીલામાં સપના હોટલ પાસે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પોલીસ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર હાલ નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે.

પોતે પત્‍નિ સાથે અન્‍ય યાત્રાળુઓ સાથે સોૈરાષ્‍ટ્રના ધાર્મિક સ્‍થળોની યાત્રાએ આવ્‍યા હતાં. ગત સાંજે આ યાત્રાળુઓ ચોટીલા પહોંચ્‍યા ત્‍યારે બાલચંદ્રનને હાર્ટએટેક આવી ગયો હોવાનું   જાણવા મળ્‍યું છે. ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:00 PM IST)