તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
રેલ્વે સિગ્નલોમાંથી બેટરીઓની ચોરીઃ એલસીબી ઝોન-૧ ટીમે ભેદ ઉકેલી બે શખ્સને પકડયા
હડમતીયાથી ગવરીદળ તરફના રસ્તેથી દબોચી લેવાયા : શની અને મહેશને પહેલા પીએઅસાઇ એમ. કે. મોવલીયાની ટીમે પકડી લીધાઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. રાજવીરભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૨૮: મોરબી રોડના હડમતીયા ગામથી ગવરીદળ ગામ તરફ જતાં બીલેશ્વર મંદિર વાડી વિસ્તારના રસ્તે વીડી પાસેથી રેલ્વે ફાટકના સિગ્નલોની ચોરાઉ બેટરી સાથે એલસીબી ઝોન-૧ ટીમે બે શખ્સને પકડી લીધા છે.
રેલ્વે ફાટકોમાંથી રૂા. ૧૩૫૦૦ની ત્રણ બેટરીઓ ચોરાઇ ગઇ હતી. આ ગુનાનો ભેદ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી અને હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. રવીરાજભાઇ પટગીરની બાતમી પરથી ઉકેલી શની પરષોત્તમભાઇ ગોધાણી (ઉ.વ.૨૩-રહે. મોરબી રોડ જકાતનાકા પાસે ભરતભાઇની વાડીમાં, મુળ ઘીયાવડ વાંકાનેર) તથા મહેશ વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.૪૦-રહે. મોરબી રોડ સિલ્વર પાર્ક-૩, વલ્લભ દેવીપૂજકના મકાનમાં ભાડેથી)ને પકડી લઇ બેટરીઓ, જીજે૦૩પીએન-૯૨૩૧ નંબરનું ૫૦ હજારનું બાઇક, વીવો મોબાઇલ રૂા. ૫ હજારનો મળી ૬૮૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને રેલ્વેના સિગ્નલોની બેટરીઓ ચોરી વેંચવા માટે નીકળ્યા હતાં. જો કે વેંચે એ પહેલા પકડી લેવાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરે કરી હતી.
(3:38 PM IST)










