News of Saturday, 28th February 2026
બેડી સ્મશાન પાસેથી બેભાન મળેલા અજાણ્યા વૃધ્ધનું મોત
વાલીવારસ હોય તો કુવાડવા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૮: બેડીગામના સ્મશાન નજીક તા. ૨૧/૨ના રોજ રાતે આઠેક વાગ્યે અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બિમારી સબબ બેભાન પડયા હોઇ ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકે આછા બ્લુ કલરનો ગરમ કોટ, લીલા કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહરેલા છે. ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૨૮ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ આર. કે. સામુદ્રે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
(3:08 PM IST)










