<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઘંટેશ્વર ૨૫ વારીયામાં જાહેરમાં જૂગાર રમતાં પાંચ મહિલા, પાંચ પુરૂષ ઝડપાયા

ગાંધીગ્રામ પીએસઆઇ રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ સહિતનો દરોડોઃ રવિભાઇ, રોહિતદાન, જયદેવસિંહની બાતમી

રાજકોટ તા. ૨૮: ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર્સ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૦ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતાં. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચામુંડા પાન પાસેના સિમેન્‍ટના ઓટા પર દરોડો પાડવામાં આવ્‍યો હતો. જ્‍યાં પાંચ પુરૂષો અને પાંચ મહિલાઓ હાર-જીતનો જુગાર રમતા મળી આવ્‍યા હતા. પોલીસે આ સ્‍થળેથી કુલ રૂા.૧૧,૯૪૦ની રોકડ રકમ અને ગંજીપાના કબજે કર્યા છે.

ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હ તી ત્‍યારે હેડકોનસ. રવીભાઇ ગઢવી અને રોહિતદાન ગઢવી તથા કોન્‍સ. જયદેવસિંહ પરમારની બાતમી પરથી દરોડો પાડી રમેશ ગાંડાભાઈ મકવાણા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર્સ નં. ૩૩૩), આકાશ રત્‍નાભાઈ સભાડ (રહે. રેલનગર, માધવ એપાર્ટમેન્‍ટ સામે), અમીન જહુરભાઈ શીશાગીયા (રહે. ધરમનગર આવાસ યોજના ક્‍વાર્ટર્સ, ૧૫૦ ફૂટ રીંગ રોડ), કિરણ મેઘજીભાઈ કરસાગરીયા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર્સ નં. ૨૧૬) અને અશોક રમેશભાઈ વાહણકીયા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર્સ, મસ્‍જીદદ પાસે) તેમજ પાંચ મહિલાઓં જશુબેન કિરણભાઈ કરસાગરીયા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર્સ નં. ૨૧૬), શોભાબેન અશોકભાઈ વાહણકીયા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર્સ, મસ્‍જીદ પાસે), બેનાબેન રાહુલભાઈ દતાણી (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા, બનારસની ઓરડી પાસે), રજીયાબેન શરીફભાઈ પમા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા ક્‍વાર્ટર નં. ૨૫૦) અને નીતુબેન જેન્‍તીભાઈ ચારોલીયા (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા, બનારસની ઓરડી પાસે)ને પકડી લીધા હતાં.

પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. રવિભાઇ ગઢવી, શબ્‍બીરખાન મલેક, રોહિતદાન ગઢવી, કોન્‍સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ બુધશી અને જયદેવસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(2:42 PM IST)