News of Saturday, 28th February 2026
ફરતી હોળીઃ સ્વસ્તિક ગ્રુપ દ્વારા સોમવારે હોલિકા દહન
શિવસંગમ સોસાયટીમાં ૨૦ હજાર છાણાની હોળીઃ રાષ્ટ્રગીતો, ભક્તિગીતોના સંગાથે ભુલકાઓ વિવિધ રાઇડસની મજા માણશેઃ ફંડફાળો લેવામાં આવતો નથીઃ ૧૭માં વર્ષે લાલ પરિવાર દ્વારા આયોજન

રાજકોટઃ છેલ્લા ૧૭ વર્ષોથી અવિરત પણે મિતુલભાઈ લાલ (સ્વસ્તિક ગ્રુપ) પરિવાર દ્વારા રાજકોટની જનતા માટે અદ્ભૂત હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨ માર્ચના સોમવારે સાંજે ૭ વાગ્યાથી બાળકો માટે અલગ અલગ ૧૦ જાતની રાઈડ્સ તથા મ્યુઝિકલ ઓરકેસ્ટ્રાના સંગાથે રાષ્ટ્ર ગીતો તથા ભક્તિ ગીતોનો કાર્યક્રમ તેમજ અવનવા પ્રકારનું લાઈટિંગ ડેકોરેશન સાથે લાકડાની અવનવા રંગો સાથેની રંગોળી સંગે નાસ્તો સાથે નેચરલ ફ્રૂટ જ્યુસ, પોપકોર્ન તેમજ ધાર્મિક પ્રથા અનુસાર ધાણી દાળિયા ખજૂરનો પ્રસાદ પણ આપવામાં આવશે.
દર વખતની જેમ આ વખતે પણ ૨૦ હજાર છાણાની હોળી બનાવવામાં આવશે. આ વખતે ફરતી હોળી આકર્ષણ જમાવશે. ઉપરોક્ત આયોજન માટે કોઈપણ જાતનો ફાળો લેવામાં આવતો ન હોવાનું જણાવાયું છે.
આ અદ્ભૂત દહનના કાર્યક્રમને માણવા માટે આયોજક મિતુલભાઈ લાલ, રાજભાઈ લાલ, ઓમભાઈ લાલ તથા સ્વસ્તિક ગ્રુપ તરફથી રાજકોટની જનતાને આમંત્રણ અપાયું છે.
સ્થળઃ શિવસંગમ સોસાયટી, શેરી નં.૨નો ખૂણો, જલારામ-૨, યુનિવર્સિટી રોડ, રાજકોટ (મો.૯૮૯૮૨૨૩૭૮૫/ ૭૫૫૯૬૬૭૫૫).
તસ્વીરમાં રાજ મિતુલભાઈ લાલ, સમીતભાઈ શાહ, મેહુલ નથવાણી, મુકેશભાઈ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:51 PM IST)










