<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

તુલશેશ્‍વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા હુતાસણી મહોત્‍સવઃ ૫૧૦૦ છાણાની હોળી બનાવાશે

રાજકોટઃ આગામી તા.૨ માર્ચને સોમવારે હૂતાસણી મહોત્‍સવનું આયોજન શ્રી તુલશેશ્‍વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા વોર્ડ નં.૯, રોઝરી સ્‍કૂલની સામેનું ગ્રાઉન્‍ડ, રાધે હોટલ પાસે, રૈયા ટેલિફોનએક્‍સચેન્‍જ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે.

હોલિકાદહન સાથે સાથે બાળકોના રમત માટેના સાધનો અને પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ વખતે ૫૧૦૦ છાણાની હોળી બનાવવામાં આવશે.

આ સંસ્‍થા છેલ્લા દસ વર્ષ થી કાર્યરત હોવાનું અને સનાતન ધર્મને જાગૃતતાના પ્રયાસ કરતી હોવાનું જણાવાયું છે. આયોજનમાં તુલશેશ્‍વર મહાદેવ યુવા ગ્રુપના યુવા સભ્‍યો રચિતભાઈ તન્ના, અભિજીત ચૂડાસમા, અમર બેચરા, હર્ષિત સિધ્‍ધપૂરા, મિત ભિમાણી, મેઘલ માતરીયા, રામ વાજા, પ્રિત જીવાણી, શ્‍યામ જાપડા, સત્‍યજિત ગોહિલ, આર્યન ચંદારણા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:51 PM IST)