હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાંચ વર્ષમાં કુલ ૮૬૮ પ્રશ્નો રજુઃ વિપક્ષે મેદાન માર્યુ
લોકોના પ્રશ્નો ઉઠાવવામાં રાજકોટના કોર્પોરેટરોની આળસ? મોટાભાગના સભ્યો પ્રશ્નોતરીમાં ‘નીરસ' : સોૈથી વધુ વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ ૬૭ પ્રશ્નો ઉઠાવ્યા હતાઃ પ્રથમ દસમાં કોંગ્રેસના ૪ નગરસેવકોનો દબદબો

રાજકોટ, તા. ર૮ : રાજકોટઃ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જનતાના પ્રશ્નાને વાચા આપવાની જવાબદારીમાં સત્તાધારી પક્ષના અનેક દિગ્ગજો ઉણા ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. જયારે વિપક્ષે મેદાન માર્યુ છે.
રાજકોટના વિકાસ અને સ્માર્ટ સિટીની વાતો વચ્ચે જનપ્રતિનિધિઓની જનરલ બોર્ડમાં ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં રજૂ થયેલા ૮૬૮ પ્રશ્નોના આંકડાકીય વિશ્લેષણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જ્યાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો ટોપ-૪ માં સ્થાન પામ્યા છે, એક કલાકની પ્રશ્નોત્તરીમાં એક જ પ્રશ્નની ચર્ચા કરવાની ‘વણલખી પરંપરા' ને કારણે પણ અનેક મહત્વના મુદ્દાઓ દબાઈ જતા હોવાનું ચર્ચાઈ રહ્યું
ભાજપના ૬૮ અને કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોત્તરી કાળમાં કુલ ૮૬૮ પ્રશ્ર્નો પૂછી અધિકારીઓ પાસેથી રાજકોટના વિકાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાન્ટ, પાણી વિતરણ વ્યવસ્થા, સ્માર્ટ સિટી અને રોડ-રસ્તા સહિત લોકોને સિધી જ અસર કરતા હોય તેવા મુદ્ાઓ અંગે પ્રશ્ર્નો ૫ૂછી અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી.
વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણી જનરલ બોર્ડમાં જનસુખાકારી અને લોકોના પ્રશ્ર્નો પૂછવામાં નંબર-૧ સાબિત થયા છે. તેઓએ છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં ૬૭ પ્રશ્ર્નો પૂછયા છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય ત્રણ કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના નંબર પણ એકદંરે ખૂબ જ સારા રહ્યા છે. વશરામભાઇ સાગઠીયાએ ૫૩ પ્રશ્ન, મકબૂલ દાઉદાણીએ ૪૫ પ્રશ્ન અને કોમલબેન ભારાઇએ ૪૨પ્રશ્નો રજૂ કર્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોના બોર્ડમાં પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના આંકડા પર નજર કરવામાં આવે તો ભાનુબેન બાબરિયાએ ૭, દુર્ગાબા જાડેજાએ ૫, અલ્પાબેન દવેએ ૮, કુસુમબેન ટેકવાણીએ ૭, બાબુભાઇ ઉધરેજાએ ૯, દેવુબેન જાદવે ૫, જયશ્રીબેન ચાવડાએ ૯, વર્ષાબેન પાંધીએ ૯, પ્રિતીબેન દોશીએ ૭, બિપીનભાઇ બેરાએ ૬, આશાબેન ઉપાધ્યાયે ૯, દક્ષાબેન વસાણીએ ૬, પુષ્કરભાઇ પટેલે ૫, લીલુબેન જાદવે ૬, રણજીત સાગઠીયાએ ૯, અસ્મિતાબેન દેલવાડીયાએ ૫, જયાબેન ડાંગરે ૬, સુરેન્દ્રસિંહ વાળાએ ૩, સુરેશ વસોયાએ ૯, અનિતાબેન ગૌસ્વામીએ ૪,
બોર્ડમાં સોૈથી વધુ પ્રશ્ન
પુછનાર પ્રથમ ૧૦ સભ્યો
નામ પ્રશ્ન
ભાનુબેન સોરાણી ૬૭
વશરામભાઇ સાગઠીયા ૫૩
મકબુલ દાઉદાણી ૪૫
કોમલબેન ભારાઇ ૪૨
દેવાંગભાઇ માંકડ ૧૯
રસિલાબેન સાકરીયા ૧૯
નીતિન રામાણી ૧૮
અલ્પેશ મોરજરીયા ૧૭
હાર્દિક ગોહેલ ૧૭
ચેતન સુરેજા ૧૭










