હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માલવીયાનગર પોલીસે ૧૫ લોકોને ફ્રોડમાં ગયેલી રકમ ૪.૭૦ લાખ તથા ખોવાયેલા ૧૭ મોબાઇલ શોધી આપ્યા
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાંધલ, સાથેના જયભાઇ, રણજીતસિંહ અને દિવ્યાબેન સહિતની ટીમની કામગીરી

રાજકોટઃ સાયબર ફ્રોડના ભોગ બનનાર નાગરિકોના નાણાં પરત અપાવવા અને ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાની સુચનાને પગલે માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમે ઓનલાઇન છેતરપીંડીની અરજીઓ પર ત્વરીત કામગીરી કરી ટેકનીકલ મદદથી ફ્રોડમાં ગયેલી રકમ ફ્રીઝ-સીઝ કરાવી ૧૫ આવા અરજદારોને રૂા. ૪,૭૦,૫૩૫ પરત અપાવ્યા છે.
આ ઉપરાંત ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવામાં પણ સફળતા મેળવી છે. ભીડભાડ વાળા વિસ્તારો કે જાહેર સ્થળોએથી ગુમ થયેલા ફોન બાબતે મળેલી અરજીઓ પર સીઇઆઇઆર પોર્ટલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે અલગ-અલગ કંપનીના કુલ ૧૭ મોબાઈલ ફોન શોધી કાઢયા હતા, જેની અંદાજિત બજાર કિંમત રૂા. ૨,૭૯,૯૦૦ થાય છે. ગતરોજ યોજાયેલા કાર્યક્રમમાં આ તમામ કિંમતી મોબાઈલ મુળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીબી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાંધલ, લોકરક્ષક જયભાઈ રસિકભાઈ, રણજીતસિંહ રમેશભાઈ અને દિવ્યાબેન દિનેશભાઈએ આ કામગીરી કરી હતી. ફ્રોડથી ગયેલા રૂપિયા અને ગૂમ થયેલા મોબાઈલ પરત મળતા અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.










