હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
પ્ર.નગરના મારામારીના ગુનામાં ફરાર આશિષ ઉર્ફે અમિત પકડાયો
એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા સહિતે પકડી લીધો

રાજકોટ તા. ૨૮: શહેરના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં ફરાર શખ્સે એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધો હતો.
જુના ગુનાઓમાં ભાગતા ફરતા હોય તેવા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી અંતર્ગત આશિષ ઉર્ફે અમિત વજેસીંગ પરમાર (રહે. રૈયા રોડ ઇન્ડિયન પાર્ક ક્વાર્ટર)ને પકડી લેવાયો છે. પ્ર.નગર પોલીસમાં આ શખ્સ વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધાયો હોઇ તે ફરાર થઇ ગયો હતો. ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(3:31 PM IST)










