News of Saturday, 28th February 2026
દિવાલ માથે પડતાં પોણા બે વર્ષના કિસ્મત નામના બાળકને ગંભીર ઇજા
ઘંટેશ્વર નજીક બાંધકામની સાઇટ પર બનાવ

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર ઘંટેશ્વરથી આગળ સોૈરભ કસ્તુરીની સાઇટ પાસે ચાર ફુટની દિવાલ માથે પડતાં પોણા બે વર્ષનો બાળક દબાઇ જતાં ગંભીર ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ મુળ મધ્યપ્રદેશનો વિનોદ મેડા તેની પત્નિ સાથે ઘંટેશ્વર નજીક સાઇટ પર રહી કડીયા કામની મજૂરી કરે છે. તેનો પુત્ર કિસ્મત (ઉ.૧૭ મહિના) સાઇટ પાસે રમતો હતો ત્યારે ચારેક ફુટની દિવાલ માથે પડતાં દબાઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે માતા-પિતાનો એકનો એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
(3:31 PM IST)










