<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ભીમરાવનગરમાં બે મહિનાની સોનુ સુતા બાદ જાગી જ નહિ

રાજકોટ તા. ૨૮: આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતાં પરપ્રાંતિય દંપતિની બે મહિનાની દિકરી સુતા બાદ નહિ જાગતાં બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત થયું હતું.

ભીમરાવનગરમાં રહેતાં મુળ બિહારના બરફીભાઇ કાશીનાથની દિકરી સોનુ (ઉ. ૨ મહિના) સાંજે પેટ ભરીને સુતી હોઇ બાદમાં મોડે સુધી નહિ જાગતાં બેભાન હાલતમાં ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક સોનુ ત્રણ બહેન એક ભાઇમાં નાની હતી. પિતા કંપનીમાં કામ કરે છે. 

(3:43 PM IST)