<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો ભાજપને અન્યાયનો જવાબ આપશે: આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” રાજકોટમાં

રાજકોટમાં આ યાત્રા દરમિયાન ચૌપાલ બેઠકો અને રાત્રી સભાઓ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવા અપીલ

રાજકોટ : આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” રાજકોટ પહોંચી છે, જ્યાં AAP નેતા પ્રવીણ રામે કૃષિ મંત્રીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પડકાર ફેંકતા જણાવ્યું કે, કૃષિ મંત્રી જાતે યાત્રામાં આવીને જુએ કે કેટલા ખેડૂતો જોડાઈ રહ્યા છે અને તેમની સમસ્યાઓ શું છે.

પ્રવીણ રામે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાને બદલે કંપનીઓને અપાઈ રહ્યું છે, તેમજ ઉભા પાકમાં વીજલાઇન નાંખવી અને માવઠાનું વળતર ન મળવું એ ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે. તેમણે ઉમેર્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતો ભાજપને અન્યાયનો જવાબ આપશે. રાજકોટમાં આ યાત્રા દરમિયાન ચૌપાલ બેઠકો અને રાત્રી સભાઓ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવા અપીલ કરવામાં આવી છે.

 

(7:26 PM IST)