News of Monday, 2nd March 2026
ટંકારા તાબેના ધ્રોલીયા ગામના હારૂનભાઇ હાલાનું રાજકોટમાં ભાણેજના ઘરે હૃદય બેસી જતાં મૃત્યુ

રાજકોટ તા. ૨: ટંકારાના ધ્રોલીયા ગામના વૃધ્ધનું રાજકોટમાં ભાણેજના ઘરે હૃદય રોગનો હુમલો આવતાં મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ધ્રોલીયા ગામે રહેતાં દાઉદભાઇ આરબભાઇ હાલા (ઉ.વ.૫૮) ગત રાતે રાજકોટમાં દૂધ સાગર રોડ પર અર્થ એપાર્ટમેન્ટમાં રહેતાં પોતાના ભાણેજ સલિમભાઇના ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે હારૂનભાઇને મૃત જાહેર કરતાં થોરાળા પોલીસ સ્ટેશનના ઘેલુભાઇ શીયાર સહિતે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃત્યુ પામનાર હારૂનભાઇને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે નિવૃત જીવન જીવતા હતાં. રાજકોટ ભાણેજના ઘરે આટો મારવા આવ્યો હોઇ અહિ કેટલાક દિવસથી રોકાયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
રાજપરા (ગઢ)ના હર્ષદભાઇ બકરાણીયાનું લોહીની ઉલ્ટી થયા બાદ મૃત્યુ
કોટડા સાંગાણીના રાજપરા (ગઢ) ગામે રેહતાં હર્ષદભાઇ જમનભાઇ બકરાણીયા (ઉ.વ.૪૨) નામના યુવાનને ઘરે હતાં ત્યારે લોહીની ઉલ્ટી થતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને અને એક બહેનમાં વચેટ હતાં. તે અપરિણીત હતાં અને ફર્નિચર કામની મજૂરી કરતાં હતાં.
(11:13 AM IST)










