<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજકોટ જીલ્લામાં રાહદારીઓ-વાહન ચાલકો પર રંગ-પાણી ભરેલા ફુગ્‍ગા-કાદવ ફેંકવા પર પ્રતિબંધઃ જાહેરમાં ઢોલ-નગારા નહી વગાડાય

એડી.કલેકટરનું જાહેરનામું: બળજબરીથી પૈસા ઉઘરાવવા સામે ગુન્‍હો નોંધવા આદેશો

 

રાજકોટ, તા.૨: આગામી તારીખ ૦૩/૦૩/૨૦૨૬ ના રોજ હોળી અને ૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ધૂળેટીના તહેવારની ઉજવણી થનાર છે. આ પર્વ દરમિયાન જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને રાહદારીઓ કે વાહનચાલકોને કોઈ મુશ્‍કેલી ન પડે તે હેતુથી રાજકોટના અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ એન.કે. મુછાર દ્વારા એક મહત્‍વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ બહાર પાડવામાં આવેલો આ આદેશ તારીખ ૦૩/૦૩/૨૦૨૬ થી ૦૫/૦૩/૨૦૨૬ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં અમલી રહેશે.

જાહેર રસ્‍તાઓ પર રાહદારીઓ કે વાહનચાલકો પર કોરો રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્‍ગા, કાદવ કે કેમિકલયુક્‍ત રંગો ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જાહેર સ્‍થળો પર મોટા અવાજે ઢોલ, નગારા કે ડી.જે. વગાડવા પર રોક લગાવવામાં આવી છે. જાહેર રસ્‍તાઓ પર આડસ મૂકીને વાહન રોકવા કે વાહનચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવવાની પ્રવળત્તિ ગુનો ગણાશે. અન્‍ય કોમની વ્‍યક્‍તિઓની લાગણી દુભાય અથવા મહિલાઓની છેડતી થાય તેવું વર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્‍યક્‍તિ સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

(2:49 PM IST)