<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજકોટ યાર્ડમાં ધાણાની ૭પ,૦૦૦ મણની જંગી આવક

રાજકોટઃ રાજકોટ યાર્ડમાં આજે ધાણાની ૭પ,૦૦૦ મણની જંગી આવક થઇ હતી. યાર્ડમાં વિવિધ જણસી ભરેલા ૧રપ૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં ધાણા ઉપરાંત ઘઉંની ૩૧,૦૦૦ મણ, ચણાની ર૩,૦૦૦ મણ, રાયડો ૬,ર૦૦ મણ, વટાણા  ૮,૦૦૦ મણ, મેથી ૪,ર૦૦ મણ, શિંગફાડા ૬,૦૦૦ મણ, જીરૂ ૧૮,૦૦૦ મણ, લસણ ૩,૭૦૦ મણ તથા સફેદ તલની ૧,૦૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા.ચેરમેન તથા યાર્ડના ડીરેકટરો દ્વારા ઉતરાઇની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. 

(12:19 PM IST)