<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

બજરંગવાડીમાં બાથરૂમમાં પડી ગયા બાદ ગરમ પાણીથી દાઝતાં વૃધ્‍ધાનું મૃત્‍યુ

૭૬ વર્ષના ભાવનાબેન આહ્યાને સારવારમાં અંતિમશ્વાસ લીધાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨: શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં વૃધ્‍ધા બાથરૂમમાં પડી ગયા બાદ ગરમ પાણી શરીર પર ઢોળાતાં દાઝી જતાં તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બજરંગવાડી-૪માં રહેતાં ભાવનાબેન સુમનલાલ આહ્યા (ઉ.વ.૭૬) તા. ૨૩/૨ના રોજ દાઝી જતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ભાવનાબેનને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. સગાના કહેવા મુજબ તેઓ બાથરૂમમાં ન્‍હાવા ગયા ત્‍યારે પડી જતાં ગરમ પાણી તેમના પર ઢોળાતાં દાઝી ગયા હોઇ સારવાર હેઠળ હતાં. લાંબી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું.

શ્વાસ ચડયા બાદ તિરૂપતીનગરના જયેશભાઇ નારીગડાનું મૃત્‍યુ

રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર-૧માં રહેતાં જયેશભાઇ ભીમજીભાઇ નારીગડા (ઉ.વ.૪૬) ઘરે હતાં ત્‍યારે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. તે પાંચ બહેન અને બે ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.  બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. 

(2:24 PM IST)