તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
હરે કૃષ્ણ મંદિર દ્વારા ફૂલોની હોળીનું ભવ્ય આયોજનઃ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
મંગળવારે નાના મવા મેઈન રોડ પર ભક્તિમય ઉત્સવ ઉજવાશેઃ સંકીર્તન, અભિષેક અને મહાપ્રસાદનું વિશેષ આયોજન

રાજકોટઃ શહેરના ભક્તિમય વાતાવરણમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. હરે કૃષ્ણ મંદિર, રાજકોટ દ્વારા આગામી ૦૩ માર્ચને મંગળવારના રોજ ફૂલોની હોળી ના પાવન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રંગોના સ્થાને પુષ્પોની વર્ષા સાથે ઉજવાતો આ ઉત્સવ રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ કાર્યક્રમ શહેરના રાજશૃંગાર પાર્ટી પ્લોટ (ચંદ્ર પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાના મવા) ખાતે સાંજે ૬:૩૦ થી ૯:૦૦ કલાક દરમિયાન યોજાશે.
ભગવાન શ્રી રાધા-કૃષ્ણની ભક્તિમાં તરબતર થવા માટે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હરિનામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠશે. ઠાકોરજીનો શાષાોક્ત વિધિથી વિશેષ અભિષેક કરવામાં આવશે. આધ્યાત્મિક ચિંતન બાદ ભવ્ય આરતીના દર્શન થશે. કાર્યક્રમના અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.
હરે કૃષ્ણ મંદિર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભાવભર્યા ઉત્સવમાં પરિવાર સહ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(2:36 PM IST)










