<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

પ્રેમનો ગુલાલ ઉડાડીએ અને જીવનને રંગોત્‍સવ બનાવીએઃ ઉદય કાનગડ

 

રાજકોટઃ  ધારાસભ્‍ય ઉદય કાનગડએ શહેરીજનોને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહી અન્‍ય દેશોમાં પણ ઉત્‍સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે, હોળીન‘રંગોનો તહેવાર'પણ કહેવાય છે. ગુજરાતમાં ખાસ કરીને હોળીને ‘હુતાસણી' થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવા'કહેવામાં આવે છે.

ધુળેટી પર્વમા રંગોની અભિલાષા સામાજીક, સામુહિક બની જાય છે અને રંગોની આ આરાધનાના એક અનોખા અવસરે લોકો એકબીજાને જુદા-જુદા રંગોથી રંગે છે, ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે અને રંગ ભરીને એકબીજા પર પીચકારીઓ મારે છે. આમ માનવ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકળતિની વધારે નજીક અનુભવે છે.આમ હોળી-ધુળેટી સાચા અર્થમાં પ્રકળતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૂપ આપવાનો એક અવસર છે.

તહેવારોનું ધાર્મિક મહત્‍વ હોવાની સાથે વૈજ્ઞાનિક મહત્‍વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનની અશુધ્‍ધિઓને હોળીની આગમાં સળગાવી દે. જેનાથી મન નિર્મળ રહે અને ભકત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે. તેમ ઉદય કાનગડે યાદીના અંતમાં જણાવ્‍યું છે. 

(3:19 PM IST)