<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

હોળી-ધુળેટી પર્વની શુભેચ્‍છા પાઠવતા રામભાઇ મોકરીયા

 

રાજકવોટ, તા.૨: હોળીનો પર્વ સત્‍યનો અસત્‍ય પર વિજય, સકારાત્‍મકતા અને માનવતાના મૂલ્‍યોને ઉજાગર કરતો પર્વ છે. હોળિકાદહન આપણને અંતરમાં રહેલા અહંકાર, દ્વેષ અને નકારાત્‍મકતાને દહન કરીને પ્રમ, સૌહાર્દ અને સમરસતાના રંગોથી જીવન રંગાવવાનો સંદેશ આપે છે. ધુળેટીનો રંગોત્‍સવ સમાજના દરેક વર્ગને એક સૂત્રમાં બાંધે છે અને ભાઈચારા તથા એકતાની ભાવના મજબૂત બનાવે છે. તેમ રાજયસભાના સાંસદ રામભાઇ મોકીરીયા શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું.

કવિતાની પંક્‍તિ સાથે રામભાઇએ અભિવ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે ‘‘દ્વેષના ધુમાડાને દહન કરી દઈએ આજે'' આજે ે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના  નેતૃત્‍વહેઠળ  વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ - સૌનો પ્રયાસ ના મંત્ર સાથે ગરીબ, ખેડૂત, યુવા અને મહિલાઓના કલ્‍યાણ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

અંતમાં સંસદસભ્‍ય(રાજ્‍યસભા) રામભાઈ મોકરીયાએ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર તમામ લોકોને આ રંગોત્‍સવ દરેકના જીવનમાં નવી આશા, નવી ઊર્જા અને પ્રગતિના નવા અવસર લાવે તથા આપણું રાષ્‍ટ્ર વિશ્વમાં ગૌરવપૂર્ણ સ્‍થાન વધુ મજબૂત બનાવે.

ગ્રાન્‍ટની ફાળવણી

રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમ્‍યાન જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની સંસદ સભ્‍ય તરીકે મળતી ગ્રાન્‍ટમાંથી ૩૮ લાખ (આડત્રીસ લાખ) રૂપિયા જેવી ઐતિહાસિક અને માતબર રકમ ફાળવવામાં આવી છે. સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયાએ ‘‘વિકાસ સર્વ માટે''ના મંત્રને સાર્થક કરતા શિક્ષણ, બાળવિકાસ, આરોગ્‍ય, તથા શહેર તથા જિલ્લાના ગામોના વિકાસ માટે આધુનિક પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે જામનગર સીટી તથા જિલ્લાના જુદા જુદા ગામોના લોકોને સીધો લાભ મળે તેવા લોકહિતકારી કાર્યો માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે.

જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં લોકોની પ્રાથમિક સામાન્‍ય અને દૈનિક જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખી સ્‍મશાનગળહ,. સાંસ્‍કળતિક હોલ તેમજ ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં કોમ્‍યુનિટી હોલની જરૂરી સુવિધાઓ પૂરી પાડી તેમજ ગરીબ તથા ઘરવિહોણા માટે રેન બસેરા વિગેરે પાયાની જરૂરિયાતમાટે ૩૮ લાખ (આડત્રીસ લાખ) રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવણી કરવામાં આવી છે.

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરિકો, સામાજિક સંસ્‍થાઓ તથા સ્‍થાનિક આગેવાનો દ્વારા સંસદસભ્‍ય રામભાઈ મોકરીયાના આ વિકાસલક્ષી અને જનહિતકારી અભિગમને વ્‍યાપક સમર્થન અને પ્રશંસા મળી રહી છે.આવનારા સમયમાં પણ જામનગર તથા દેવભૂમિદ્વારકા જિલ્લાના સર્વાગી વિકાસ માટે તેઓ આવા લોકહિતકારી કાર્યોને સતત આગળ વધારતા રહેશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે.

(3:26 PM IST)