<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

શહેરમાં મિશ્ર ઋતુ વચ્‍ચે શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૧૮૮૧ દર્દીઃ મેલેરીયાનો ૧ કેસ

મનપા દ્વારા ૯૫૮૨ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૫૬૪ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૦૮ને નોટીસ

રાજકોટ, તા. રઃ શહેરમાં મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળાનો પગપેસારો વધુ  થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૮૮૧ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગનો ૧  કેસ નોંધાયો છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ  તા. ર૩ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૮૮૧ થી

વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૩૭ તેમજ સામાન્‍ય તાવના ૭૧૫ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૨૩૩ તથા  ટાઇફોઇડના ૧ સહિત કુલ ૧૮૮૧ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૮૬૧૨ તેમજ સામાન્‍ય તાવના ૬૬૦ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૭૬૨ તથા ટાઇફોઇડના ૨ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૧૦૮ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૫૮૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૫૬૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૧૭૬ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૦૮ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(3:31 PM IST)