<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

હૃદય બેસી જતાં ૩૮ વર્ષના મિતેશભાઇ અને ૫૧ વર્ષના સમીરભાઇના મૃત્‍યુ

બંનેએ સિવિલ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધાઃ અટીકા નારાયણનગરના ડાભી પરિવાર અને રામનાથપરાના માજીદ પરિવારમાં સ્‍વજનોના મૃત્‍યુથી ગમગીની

રાજકોટ તા. ૨: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્‍યુ થયા છે. જેમાં અટીકા નારાયણનગર સોસાયટી શેરી નં. ૮માં રહેતાં મિતેષભાઇ ઇશ્વરભાઇ ડાભી (ઉ.વ.૩૮) નામના યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. મૃત્‍યુ પામનાર મિતેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં અને છુટક કામ કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાં ખોજાખાના પાસે રહેતાં સમીરભાઇ અબ્‍દુલભાઇ માજીદ (ઉ.વ.૫૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. મૃતક ચાર ભાઇમાં વચેટ હતાં અને કંપનીમાં કામ કરતાં હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. મુળ કર્ણાટકના વતની હતાં. બંને ઘટનામાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર અને એ-ડિવીઝનમાં જાણ કરી હતી. 

(3:36 PM IST)